<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

શાપર-વેરાવળના કાંગશીયાળી ગામ પાસે ફેકટરીમાંથી ૧પ લાખના કાર્બાઇડ રોડની ચોરી

રાજકોટ, તા. ૧૩: શાપર-વેરાવળના કાંગશીયાળી ગામ પાસે ફેકટરીમાંથી તસ્‍કરો ૧પ લાખના કાર્બાઇડ રેઇડનો જથ્‍થો ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ કાંગરીશયાળી ખાતે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે ગ્‍લોબલ ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક ખાતે આવેલ મેકલેન પ્રીસીજન પ્રા.લી. કંપનીમાં વહેલી સવારના ચારેક વાગ્‍યાના અરસામાં કોઇ અજાણીયા બે ઇસમો કંપનીના શટર પાસેથી સીડી વાટે ઉપર ચડી એક ઇસમ પાછળનું બંધ શટર ખોલી અંદર પ્રવેશી રાત્રીના પ્રવેશ કરીને કંપનીની ઓફીસમાં તથા મશીન રૂમમાં રાખેલ ૩ એમએમ થી ૧૮ એમએમના અલગ અલગ માપના કુલ ૧પ૭ કાર્બાઇડ રોડ તથા કટીંગ રોડના ટુકડા આશરે ૧પ કીલો ગ્રામ મળી આશરે કિ. રૂા. ૧પ,૦૦,૦૦૦ તથા ઓફીસના ડ્રોવરમાંથી ઓપો કંપનીનો એક એન્‍ડ્રોઇડ મો. જેની આશરે કિ. રૂા. પ હજાર એ ળી કુલ કિ. રૂા. ૧પ,૦પ,૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયા હતાં.

આ અંગે કંપનીના મિંતાશુ અશોકભાઇ નાકરાણીએ રે. કોઠારીયાએ અજાણ્‍યા ઇસમો સો ફરીયાદ કરતા શાપર-વેરાવળ પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે

(2:45 PM IST)