તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
જલારામ શોભાયાત્રાના તમામ ફલોટ ધારકોની આજે રાત્રે ૧૦ વાગે મીટીંગ

રાજકોટઃ પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીએ તા.૧૬, સોમવારના રોજ શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાના સુચારુ આયોજન, વ્યવસ્થા તથા જરૂરી માર્ગદર્શનના હેતુથી શોભાયાત્રામાં જોડાનાર તમામ ફલોટ ધારકોની એક અગત્યની મિટિગનું આયોજન આજે તા.૧૩-૧૧-૨૦૨૬, શુક્રવાર, રાત્રે ૧૦ કલાકે શ્રી જલારામ જન્મોત્સવ સમિતિનું કાર્યાલય, શ્રી કરણપરા કેસરિયાવાડી, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
આ મિટિગમાં શોભાયાત્રામાં જોડાવા માટે ફલોટની નોંધણી કરાવેલ તમામ જલારામ ભક્તો તથા ફલોટ ધારકોએ ઉપસ્થિત રહેવું. શોભાયાત્રાનું આયોજન વ્યવસ્થિત અને ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે તમામ ફલોટ ધારકોની ઉપસ્થિતિ અત્યંત જરૂરી હોય. તમામ જલારામ ભક્તો તથા ફલોટની નોંધણી કરાવનાર તમામ ભાઈઓને આ અગત્યની મિટિગમાં સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે
(2:39 PM IST)










