News of Friday, 13th November 2026
ભગવાન બિરસા મુંડાઃ આદિવાસી ગૌરવના મહાનાયક
૨૫ વર્ષની વયે શહાદત, આજે પણ સંઘર્ષનું પ્રતીક

રાજકોટ, ભગવાન બિરસા મુંડાનો જન્મ ૧૫ નવેમ્બર, ૧૮૭૫ના રોજ ઝારખંડના ઉલિહાતુ ગામે થયો હતો. તેઓ માત્ર સ્વાતંત્ર્ય સેનાની જ નહોતા, પરંતુ સામાજિક સુધારક, આધ્યાત્મિક નેતા અને આદિવાસી ર્દ્દર્ીીઅસ્મિતા તથા સ્વાભિમાનના પ્રતિક હતા. અંગ્રેજ શાસન દ્વારા આદિવાસી સમાજ પર થતો અન્યાય, શોષણ અને જમીન હડપ કરવાની નીતિઓ સામે તેમણે સશક્ત લડત આપી. ‘ઉલગુલાન' (મહાક્રાંતિ) દ્વારા તેમણે આદિવાસીઓને સંગઠિત કરી પોતાના અધિકારો માટે જાગળત કર્યા. તેમણે જળ, જમીન અને જંગલ પર આદિવાસી સમાજના પરંપરાગત અધિકારોની રક્ષા માટે ઐતિહાસિક સંઘર્ષ કર્યો. અંધશ્રદ્ધા, સામાજિક કુરૂઢિઓ અને વ્યસનો વિરુદ્ધ અભિયાન ચલાવી સમાજસુધારણાનું કાર્ય કર્યું.
માત્ર ૨૫ વર્ષની વયે તેમણે શહાદત વહોરી, પરંતુ આદિવાસી સમાજમાં સ્વાભિમાન અને સંઘર્ષની જે જ્યોત પ્રગટાવી તે આજે પણ પ્રેરણાષાોત છે. ભારત સરકારે તેમની જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે, જે સમગ્ર આદિવાસી સમાજના સન્માનનું પ્રતિક છે.
(3:30 PM IST)










