News of Friday, 13th November 2026
રાજકોટની કંપનીની ઉદારતા દિવાળી બોનસમાં કાર આપી
રાજકોટની કોઇ કંપનીએ કર્મચરીઓની નિષ્ઠા કામની કદર સ્વરૂપે કાર આપી હોય તેવો પહેલો પ્રસંગ : એસએનજે લેબ્સ પ્રા.લીએ દાખલો બેસાડયો કર્મચારીઓને સોને કિયા કાર ગીફટ આપી દિવાળી સુધારી

રાજકોટ તા.૧૩: દિવાળી બોનસ ઘણીવાર પગાર વધારા, મીઠાઇ, ડ્રાયફ્રુટ અથવા ભેટ પેકેટનાં સ્વરૂપમાં આવે છે પણ રંગીલા રાજકોટના એક દિલદાર ઉદ્યોગપતિ અને શેઠે તેના કર્મચારીઓને કાર ગીફટમાં આપી તેઓની દિવાળી યાદગાર બનાવી દીધી ધો. દિવાળી ગીફટમાં કાર મળતા કર્મચારીઓ ભાવુક બન્યા હતાં એટલું જ નહિ કર્મચારીઓનું દિલ જીતી લીધું હતું. રાજકોટની કંપનીએ કર્મચારીઓની કદર કરી દાખલો બેસાડયો છે. કંપનીની આ દિલદારીની રાજકોટના ઉદ્યોગ જગતમાં ભારે ચર્ચા છે.
દિવાળીના પાવન પર્વ નિમીતે SNJ LABS PRIVATE LIMITED દ્વારા કંપનીમાં છેલ્લા ૮ થી ૧૦ વર્ષથી નિષ્ઠા મહેનત અને સમર્પણ સાથે કામગીરી કરી રહેલા કર્મચારીઓનું સોનેટ કિયા કારની ભેટ આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. કર્મચારીઓની વર્ષોની મહેનત, વફાદારી અને કંપની પ્રત્યેના સમર્પણને બિરદાવતા કંપનીના મેનેજીંગ ડાયરેકટર ડો. સુરેશભાઈ સોરઠીયા, ડો. જીજ્ઞેશભાઈ અકબરી તથા ડો. નંદલાલ સેખડાએ જણાવ્યુ હતુ કે કંપનીની પ્રગતિ અને સફળતામાં કર્મચારીઓનો ફાળો અત્યંત મહત્વપુર્ણ હોય છે. કર્મચારીઓની નિષ્ઠા અને વર્ષોની મહેનતનું સન્માન કરવું એ કંપનીની સંસ્કૃતિનો એક મહત્વપુર્ણ ભાગ છે
દિવાળીના આ પાવન અવસરે કર્મચારીઓને મળેલી આ અનોખી ભેટથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. કંપનીના સમગ્ર સ્ટાફ પરિવારને SNJ LAB PRIVATE LIMITED દ્વારા દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
(11:06 AM IST)










