News of Friday, 13th November 2026
નવા વર્ષે પણ લીફટ બંધ જ રહી !

રાજકોટ કોર્પોરેશનમાં નવા વર્ષે અરજદારોને, વયોવળદ્ધ અને અપંગ લોકોને અતિ ઉપયોગી લિફ્ટને ચાલુ કરવામાં તંત્રવાહકો નિષ્ફળ રહ્યા છે. નવા વર્ષે બંધ લિફ્ટની કોર્પોરેશનના સ્ટાફ અને અરજદારોને ગિફ્ટ આપી હોય તેવું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ અરજદારો ધરાર દાદરા ચડવા મજબુર બન્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધા આપવા શાસકો અને અફસરો સતત દોડતા હોય છે, પણ કોર્પોરેશનના ઘરઆંગણે પ્રાથમિક સગવડની સુવિધાનો અભાવ છે તે તરફ ખાસ કોઇ ધ્યાન જતું હોય તેવું લાગતું નથી. રાજકોટમાં જનસંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ કોર્પોરેશનમાં કામ સબબ અરજદારોની સંખ્યામાં પણ વધારો થયો છે. કોર્પોરેશનમાં દરરોજ અરજદારોનો ધસારો હોય છે. જેમાં કેટલાક વળદ્ધો પણ હોય છે, તેમજ અપંગ-અસહાય લોકો પણ કોર્પોરેશન આવતા હોય છે. ત્યારે અતિ ઉપયોગી લિફ્ટ બંધ હાલતમાં જોવા મળતા લોકો હેરાન પરેશાન થઇ જાય છે. સ્માર્ટ સીટીના હાકલા પડકારા બંધ કરી જો તંત્રવાહકો દ્વારા, શાસકો દ્વારા આ લીફટ ચાલુ કરાવી દેવામાં આવે તો પણ ઘણું... !!!
(4:15 PM IST)










