<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

જલારામ યુવા ગૃપ વોર્ડ નં. ૧૬ દ્વારા મહાઆરતી- અન્નકૂટ દર્શન-રાસગરબા-સામૈયુ-મહાપ્રસાદના કાર્યક્રમો

રાજકોટ : સંત શિરોમણી પરમ પૂજ્‍ય શ્રી જલારામ બાપાની રર૭મી જન્‍મજયંતિ નિમિતે શ્રી જલારામ યુવા ગૃપ, વોર્ડ નં. ૧૬, રાજકોટ દ્વારા સતત નવમા વર્ષે ભવ્‍ય જલારામ જયંતિ મહોત્‍સવનું તા. ૧૬ના સોમવારે આયોજન કરવામાં આવ્‍યું છે.

મહોત્‍સવ અંતર્ગત કોઠારીયા મેઇન રોડ, હુડકો પોલીસ ચોકી પાછળ, ક્રિષ્‍ના ચોક નજીક, પૂજા પાર્ક ખાતે આવેલ અંબાજી માતા મંદિરેથી સવારે ૯ કલાકે પૂજ્‍ય જલારામ બાપના ભવ્‍ય સામૈયુ નીકળશે.  ત્‍યારબાદ બપોરે ૧૨ કલાકે જલારામ ઝૂંપડી ખાતે સર્વે જલારામ ભકતો દ્વારા મહાઆરતી કરવામાં આવશે.

સાંજે ૬:૩૦ કલાકે જલારામ ઝૂંપડી ખાતે ભવ્‍ય અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ સાંજે ૭:૧૫ કલાકે રઘુવંશી પરિવારના શ્રેષ્‍ઠીઓ તથા જલારામ બાપાના ભકતો દ્વારા મહાઆરતી કરવામાં આવશે. સાંજે ૭:૩૦ કલાકથી મહાપ્રસાદનો પ્રારંભ થશે. આ ઉપરાંત રાસ-ગરબાની રમઝટ પણ મહોત્‍સવનું વિશેષ આકર્ષણ બની રહેશે.

શ્રી જલારામ યુવા ગ્રૂપ, વોર્ડ નં. ૧૬, રાજકોટ દ્વારા તમામ જલારામ ભક્‍તો, રઘુવંશી પરિવારજનો, મિત્રો તથા ધર્મપ્રેમી જનતાને સહપરિવાર ઉપસ્‍થિત રહી પૂજ્‍ય જલારામ બાપાના સામૈયા, મહાઆરતી, અન્નકૂટનાં દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:40 PM IST)