તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
સુનિલ મકવાણાએ પત્નિ અંજલીબેનને રોટલી બનાવવાની તવીથી માર માર્યો
નવાગામ ઘેડનો બનાવઃ મહિલા રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૩: જામનગરના નવાગામ ઘેડ ખાતે માડમ ચોકમાં રહેતાં અંજલીબેન સુનિલભાઇ મકવાણા (ઉ.વ.૩૬)ને તેના પતિ સુનિલભાઇ મકવાણાએ જમવા બાબતે ઝઘડો કરી રોટલી બનાવવાની લોખંડની તવીથી હુમલો કરી માર મારતાં ઇજા થતાં જામનગર સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
(12:38 PM IST)










