તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
મહાપુજાધામ સ્વામિનારાયણ મંદિરે દિવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો

રાજકોટ : શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા મહાપુજાધામ ચોક સ્થિત મહાપુજાધામ સ્વામિનારાયણ મંદિરે પરંપરાગત અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પૂ. નીલકંઠદાસજી સ્વામીએ અન્નકૂટ ઉત્સવના મધુર પદો અને ધૂન-ભજનોના ગાન સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાન (મહારાજશ્રી)ને વિવિધ વાનગીઓનો ભોગ ધરાવ્યો હતો. ભક્તોએ કલાત્મક અન્નકૂટના દર્શન કરી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઉત્સવને સફળ બનાવવા માટે હરિભક્ત જયેશભાઇ વાઘેલા અને મંદિરના સ્વયંસેવકો અને ભક્તજનોએ જહેમત ઉઠાવી હતી.
(4:14 PM IST)










