તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 13th November 2026
તિર્થ મોટર ગેરેજમાં ભાઇબીજે દારૂની મહેફીલ માણતા અંકુર, ભવ્ય, ઉદય, કેવલ પકડાયા
પુનિતનગર ૮૦ ફુટ રોડ નાગદાદા પાનની સામે તાલુકા પોલીસનો દરોડો ગેરેજ માલિક હાર્દિક હરખાણી સામે પણ જગ્યા આપવા બદલ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૩: શહેરમાં દારૂની બદ્દી ડામવા માટે પોલીસ સતત સક્રિય છે. ત્યારે તાલુકા પોલીસ ૮૦ ફૂટ રોડ પર આવેલા એક ગેરેજમાં ચાલતી દારૂની મહેફીલમાં દરોડો પાડી ચાર શખ્સોને પકડી લીધા હતાં. ગેરેજ માલિકે પાર્ટી કરવા જગ્યા આપી હોઇ પોલીસે તેની સામે પણ ગુનો દાખલ કર્યો હતો.
તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે પુનીતનગર ૮૦ ફુટ રોડ નાગદાદા પાનની સામે તીર્થ મોટર ગેરેજ ખાતે કેટલાક શખ્સો વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડયો હતો. ગેરેજમાં ચાર શખ્સો ગોળ કુંડાળું વળીને બેઠેલા જોવા મળ્યા હતા. તેમની પાસે કાચની ગ્રીન કલરની બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ અને નમકીનના પડીકાં પડેલા હતા.
ચારેયએ દારૂ પીધો હોઇ પુછતાછ કરતાં પોતાના નામ અંકુર બાબુભાઈ ભુત (ઉ.વ.૩૮-રહે. પુનીતનગર, આદર્શ ગ્રીન બ્લોક નં. ૬૪), ભવ્ય હિતેન્દ્રભાઈ કાલાવડીયા (ઉ.વ.૨૩-રહે. પુનિતનગર-૮, મકાન નં.૧૨-૧૩ વાવડી, મુળ નાગરવાડા જૈન દેરાસર પાસે પોરબંદર), ઉદય વસંતભાઈ રાઠોડ (ઉ.વ.૨૦-રહે. ગૌતમબુધ્ધનગર, શેરી નં. ૧૨, વાવડી) અને કેવલ કિશોરભાઈ શિંગાળા (ઉ.વ.૨૬-રહે. જૂનું સ્વાતી પાર્ક શેરી નં. ૮, કોઠારીયા રોડ) જણાવ્યા હતા.
પોલીસે ે સ્થળ પરથી ઓલ સીઝન્સ નામની વિદેશી દારૂની વ્હીસ્કીની અરધી ભરેલી બોટલ, ખાલી બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ તપાસમાં ખુલ્યા મુજબ આ ગેરેજ આરોપીઓનો મિત્ર હાર્દિક ચતુરભાઈ હરખાણી (રહે. પુનીતનગર શેરી નં. ૧) ચલાવે છે,ે તેણે દારૂની પાર્ટી કરવા માટે આ જગ્યા આપી હોઇ તેનું પણ આરોપીમાં નામ સામેલ કરાયું હતું. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. એચ. મહારાજ, એએસઆઇ ક્રિપાલસિંહ ઝાલા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ એલ. જાડેજા તથા કરણભાઈ જાદવ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.
(12:32 PM IST)










