News of Friday, 13th November 2026
પી.ડી.એમ. કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ રતુભાઈ શિંગાળાની કાલે પ્રાર્થનાસભા

રાજકોટઃ અહીંની પી.ડી.માલવીયા કોલેજના પૂર્વ આચાર્ય ડો. રતિલાલ (રતુભાઈ) લાલજીભાઈ શિંગાળા તે સ્વ.વીણાબેનના પતિ, પુર્વેશભાઈ તથા ગાર્ગીબેનના પિતાશ્રી,રીમ્પલબેન તથા રાજેશકુમાર ચગના સસરા, સ્વ.પ્રભુદાસભાઈ, સ્વ.દિનેશભાઈ તથા સ્વ.હિરાબેન નારણદાસ ખેતાણીના ભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ તથા જીલેશભાઈના કાકા, દેવાંશી તથા હીરના દાદા,ઈશા તથા આરણાના નાના,નેણશીભાઈ ભલાભાઇ કાથરાણીના જમાઈ,મનસુખભાઈ નાનજીભાઈ કોટેચાના વેવાઈ તા. ૯ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે.
સદગતની પ્રાર્થના સભા અને સાસરા પક્ષની સાદડી તારીખ ૧૪ ને શનિવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થખંડમાં રાખેલ છે. (મો.નં. ૯૮૨૪૨ ૯૦૮૭૦ અને ૯૮૯૮૮૫૦૭૮૯)
(11:15 AM IST)










