<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

રાજકોટમાં ૧પમી નવેમ્‍બરે જનજાતિય ગૌરવ દિવસની શાનદાર ઉજવણી થશેઃ લાભાર્થીઓને લાખોની સહાય

કલેકટર કચેરી પાસે આવેલા બેન્‍કર્સ રિક્રિએશન કલબ ખાતે કાર્યક્રમઃ એડી. કલેકટરની પત્રકાર પરિષદ

રાજકોટ, તા. ૧૩  - રાજકોટમાં તા. ૧૫ નવેમ્‍બરના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ'ની જિલ્લાકક્ષાની ઉજવણી જિલ્લા કલેક્‍ટર કચેરી પાસે આવેલી બેન્‍કર્સ રિક્રિએશન ક્‍લબ ખાતે યોજાશે. આ નિમિત્તે વિવિધ લાભાર્થીઓને લાખો રૂપિયાની યોજનાકીય સહાય-લાભોનું વિતરણ કરવામાં આવશે. રવિવારે સવારે ૧૦.૩૦ કલાકથી આ કાર્યક્રમ શરૂ થશે.

રાજકોટ નિવાસી અધિક કલેક્‍ટર શ્રી જે. એચ. બારોટે આજે કલેક્‍ટર કચેરી ખાતે પત્રકારોને આ માહિતી આપતાં વધુમાં જણાવ્‍યું હતું કે, આ કાર્યક્રમ અંતર્ગત કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ૭૫ લાભાર્થીઓને રૂ. ૦૯ લાખની સહાય અને સાતફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ ૩૩ લાભાર્થીઓને રૂ. ૪.૯૫ લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ઙ્કોત્‍સાહક ઈનામ પેટે જિલ્લા કક્ષાના ૦૮ લાભાર્થીઓને રૂ. ૧.૦૨ લાખની સહાય જ્‍યારે પોસ્‍ટ મેટ્રિક શિષ્‍યવળત્તિના ૦૫ લાભાર્થીઓને રૂ. ૧૫ લાખની સહાય આપવામાં આવશે. સરસ્‍વતી સાધના યોજના હેઠળ સાયકલ સહાયનું વિતરણ પણ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં આદિવાસી લાભાર્થીઓને અપાયેલા લાભોની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, સરકારી છાત્રાલય યોજના હેઠળ છેલ્લા ૦૫ વર્ષમાં રૂ. ૨૫૦.૭૮ લાખના ખર્ચે અંદાજીત ૩૧૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્‍યો છે. પૂર્વ એસ.એસ.સી. વિદ્યાર્થીઓ માટે રાજ્‍ય શિષ્‍યવળત્તિ યોજના હેઠળ છેલ્લા ૦૫ વર્ષમાં રૂ. ૩૧૪.૨૫ લાખના ખર્ચે ૪૨૩૧૬ લાભાર્થીઓને લાભ અપાયો છે. ગણવેશ સહાય યોજના હેઠળ છેલ્લા ૦૫ વર્ષમાં રૂા. ૩૫૧.૪૪ લાખના ખર્ચે ૪૨૨૨૬ લાભાર્થીઓને લાભ અપાયો છે.

ભારત સરકારની ઙ્ઘિ-મેટ્રિક શિષ્‍યવળત્તિ (ધો. ૮ અને ૧૦) યોજના હેઠળ છેલ્લા ૦૫ વર્ષમાં રૂા. ૬૫.૧૭ લાખના ખર્ચે ૨૧૭૬ લાભાર્થીઓને તથા કન્‍યાઓ માટે પોસ્‍ટ એસ.એસ.સી. રાજ્‍ય શિષ્‍યવળત્તિ યોજના હેઠળ રૂા. ૬૦૮.૦૪ લાખના ખર્ચે ૬૧૭ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે.

ભારત સરકારની પોસ્‍ટ મેટ્રિક શિષ્‍યવળત્તિ યોજના હેઠળ છેલ્લા ૦૫ વર્ષમાં રૂા. ૪૫૩૨.૬૭ લાખના ખર્ચે ૧૧૮૩૨ લાભાર્થીઓને લાભ અપાયો છે અને વર્ષ ૨૦૨૬-ઙ્ખ૨૭ માં રૂા. ૧૧૧૫ લાખની જોગવાઈ કરાઈ છે.

ઉપરાંત પોસ્‍ટ મેટ્રિક અભ્‍યાસક્રમોના વિદ્યાર્થીઓને ભોજનબિલ સહાય યોજના હેઠળ છેલ્લા ૦૫ વર્ષમાં રૂ. ૭૭૫.૭૦ લાખના ખર્ચે ૫૫૨૧ લાભાર્થીઓને લાભ અપાયો છે. ધો. ૧૦ અને ધો. ૧૨માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ યોજના હેઠળ છેલ્લા ૦૫ વર્ષમાં રૂા. ૫.૦૫ લાખના ખર્ચે ૪૫ લાભાર્થીઓને લાભ મળ્‍યો છે. કુંવરબાઈનું મામેરું અને સાતફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ છેલ્લા ૦૫ વર્ષમાં રૂા. ૪૭.૬૮ લાખના ખર્ચે અંદાજીત ૩૮૦ લાભાર્થીઓને લાભ અપાયો છે.

તેમણે ઉમેર્યું હતું કે, જનજાતીય ગૌરવ દિવસ માત્ર એક ઉજવણીનો દિવસ નથી, પરંતુ દેશના આદિવાસી સમાજના શૌર્ય, બલિદાન, સંસ્‍કળતિ, પરંપરા અને રાષ્‍ટ્રનિર્માણમાં તેમના યોગદાનને યાદ કરવાનો અવસર છે. આ તકે તેમણે સૌને આ ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરી હતી.

(11:22 AM IST)