<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ક્‍યાંક ‘દિપ' ઝળહળ્‍યા, ક્‍યાંક ‘જીવનદિપ' ઓલવાયાઃ ૧૬ના મૃત્‍યુ

રાજકોટ શહેરમાં દિવાળી-નૂતનવર્ષ-ભાઇબીજની રજાઓમાં એક તરફ તહેવારોની ખુશી હતી, બીજી તરફ અનેક પરિવારોએ પોતાના સ્‍વજનો ગુમાવી દીધા જાગનાથ પ્‍લોટ, રૈયાધાર, ગોકુલધામ ક્‍વાર્ટર, જંગલેશ્વર, કોઠારીયા સોલવન્‍ટ, ૧૫૦ રીંગ રોડ ઓસ્‍કાર સ્‍કાય, ગંજીવાડા, વિવેકાનંદનગર, કુવાડવા રોડ ચામુંડા સોસાયટી, કોઠારીયા સોમનાથ સોસાયટી, ગોવિંદબાગ બ્રાહ્મણીયાપરા, ભીમરાવનગર, સોમનાથ સોસાયટી, રૈયાધારના પરિવારોની તહેવારની ખુશી શોક-ગમગીનીમાં પલ્‍ટાઇ ગઇ ૩૪ વર્ષના ટૂર ટ્રાવેલ્‍સ સંચાલક મોહિતભાઇ ચોૈહાણનું બેસતા વર્ર્ષે જ હૃદય બેસી ગયું: ભાઇબીજે શીવાભાઇ આરએન્‍ડબી ઓફિસમાં ઢળી પડયાઃ હૃદય બંધ પડતાં અને બેભાન હાલતમાં ૩ વર્ષની નૈત્રીથી માંડી ૮૬ વર્ષના વૃધ્‍ધાએ લીધા અંતિમશ્વાસ રાજકોટમાં તહેવારમાં કાળચક્ર ફર્યુ

રાજકોટ તા. ૧૦: દિવાળી-નવા વર્ષના તહેવારમાં હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો હતો. જાગનાથ પ્‍લોટમાં રહેતાં સોરઠીયા રજપૂત પરિવારના ટૂર ટ્રાવેલ્‍સ સંચાલક ૩૪ વર્ષના યુવાન  બેસતા વર્ષની વહેલી પરોઢે બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હૃદય ધબકારા ચુકી ગયાનું જાહેર થયું હતું. દિવાળી-નૂતનવર્ષના પર્વમાં શહેરમાં ઘરે ઘરે તહેવારની ખુશીઓના ‘દિપ' ઝળહળ્‍યા હતાં, તો કેટલાક પરિવારોના સ્‍વજનોના હૃદય બેસી જવાથી કે અચાનક બેભાન થઇ જવાથી ‘જીવનદિપ' ઓલવાઇ ગયા હતાં. આવા પરિવારોની તહેવારની ખુશી શોક-ગમગીનીમાં પલ્‍ટાઇ ગઇ હતી. આવી સોળ કરૂણ ઘટનાઓ નોંધાઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ જાગનાથ પ્‍લોટમાં પી. પી. ફુલવાલાની પાછળ રહેતાં મોહિતભાઇ ચેતનભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૪) નામના યુવાન દિવાળી પર્વની ઉજવણી કર્યા બાદ પડતર દિવસ હોઇ રાતે જમીને ઉંઘી ગયા હતાં. બેસતા વર્ષની વહેલી પરોઢે સાડા ત્રણેક વાગ્‍યે તેમને છાતીમાં દુઃખાવો શરૂ થઇ જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મોહિતભાઇ એક બહેનથી મોટા અને પરિવારનો આધારસ્‍તંભ હતાં. સંતાનમાં છ વર્ષની દિકરી છે. પોતે રેલનગરમાં અમૃત ટૂર એન્‍ડ ટ્રાવેલ્‍સ નામે વ્‍યવસાય ધરાવતાં હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે સોમનાથ રેસીડેન્‍સીમાં રહેતાં શીવાભાઇ ગગજીભાઇ મકવાણા-કોળી (ઉ.વ.૫૬) ભાઇ બીજની બપોરે કાલાવડ રોડ કણકોટના પાટીયા પાસે આવેલી આર એન્‍ડ બી ઓફિસ ખાતે હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. શીવાભાઇ ચાર બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. રજાના દિવસોમાં ઓફિસ બંધ હોઇ સાફ સફાઇના કામ માટે શીવાભાઇ ત્‍યાં ગયા હતાં. તે વખતે હૃદય રોગનો હુમલો આવી ગયાનું તેમના પરિવારજનોએ કહ્યું હતું.

ત્રીજા બનાવમાં રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં દામજીભાઇ રૂડાભાઇ મકવાણા (ઉ.વ.૪૧) બેસતા વર્ષની સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું.  બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

ચોથા બનાવમાં ગોકુલધામ ત્રણ માળીયા ક્‍વાર્ટરમાં રહેતાં સોનલબેન દિલીપભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૫) પડતર દિવસની સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું. તેઓ ત્રણ ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. તેમને તાણ આંચકીની બિમારી હતી. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

પાંચમા બનાવમાં જંગલેશ્વર મેઇન રોડ શાળા નંબર ૭૦ સામે રહેતાં મુકેશભાઈ કિશોરભાઈ દલસાણીયા  (ઉ.વ.૩૭) નામના યુવાન નવા વર્ષની સવારે ઘરે બેભાન થઈ જતા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં મળત્‍યુ નીપજ્‍યું હતું. તેઓ બે બહેનના એકના એક ભાઈ હતાં. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોતે કારખાનામાં મજૂરી કરતા હતાં. લીવર કિડનીની બીમારી હોવાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતા ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

છઠ્ઠા બનાવમાં કોઠારીયા સોલવન્‍ટ હાઉસિંગ બોર્ડ ક્‍વાર્ટરમાં રહેતા દિપકભાઈ મનુભાઈ પાટડીયા (ઉ.વ.૪૬) બેસતા વર્ષની સવારે ઘરે બેભાન થઈ જતા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં તબીબે તેમને સારવાર દરમિયાન મળત જાહેર કરતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો.ે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતા આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

સાતમા બનાવમાં દોઢસો ફૂટ રીંગ રોડ શીતલ પાર્ક પાસે ઓસ્‍કાર સ્‍કાય પાર્કમાં રહેતા દેવકુંવરબેન દાદભાઈ વાળા  (ઉ.વ.૮૬) નામના વળદ્ધા તારીખ ૬ ના રોજ ઘરે બાથરૂમમાં પડી જતા સારવાર માટે ગિરિરાજ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતા. જ્‍યાં તેમનું નવા વર્ષના રોજ સારવાર દરમિયાન મળત્‍યુ થયું હતું. પરિવારજનોએ મળત્‍યુનું ચોક્કસ કારણ જાણવા  પોસ્‍ટમોર્ટમ કરાવવાનું કહેતા યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

આઠમા બનાવમાં ગંજીવાડા શેરી નંબર ૪૨માં રહેતાં ધીરૂભાઈ કેશુભાઈ ભોજાણી  (ઉ.વ.૪૫) નવા વર્ષની સવારે ઘરે બેભાન થઈ જતા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં તબીબે તેમને મળત જાહેર કરતા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.  હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતા થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.

નવમા બનાવમાં કોઠારીયા રોડ વિવેકાનંદનગર-૨માં રહેતી નૈત્રી દેવાંગભાઇ ગોંડલીયા-પટેલ (ઉ.વ.૩) પડતર દિવસની રાતે સુતા બાદ નવા વર્ષની સવારે નહિ જાગતાં બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ તેણીનું મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. નૈત્રી બે બહેનથી નાની હતી. તેના પિતા પ્રાઇવેટ નોકરી અને વેપાર કરે છે. દિકરીને બિમારી હોવાનું સ્‍વજને જણાવ્‍યું હતું. ભક્‍તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

દસમા બનાવમાં કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે ચામુંડા સોસાયટીમાં રહેતાં પ્રેમજીભાઇ ડુંગરભાઇ મિયાત્રા (ઉ.વ.૫૫) નવા વર્ષના દિવસે બપોરે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેઓ ત્રણ બહેન અને પાંચ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે છુટક મજૂરી કરતાં હતાં. કેટલાક સમયથી બિમાર હતાં. હૃદય બેસી ગયાનું સ્‍વજનોએ કહ્યું હતું. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

અગીયારમા બનાવમાં કોઠારીયા રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતાં  કનુભાઇ મુળુભાઇ વીરડા (ઉ.વ.૫૨) ભાઇબીજની સાંજે સાડા છએક વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર કનુભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હોસ્‍પિટલ મારફત જાણ થતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. તેજપાલસિંહ સરવૈયાએ જરૂરી કાર્યવાહી કરી મૃત્‍યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આધારસ્‍તંભના મૃત્‍યુથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

બારમા બનાવમાં સંત કબીર રોડ પર ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બ્રાહ્મણીયાપરા-૧૬માં રહેતાં વસુભાઇ ભુરાભાઇ સોલંકી (ઉ.વ.૫૫) ગુરૂવારે સવારે દસેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર સ્‍કૂલ વેન હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં ચોથા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું. 

તેરમા બનાવમાં આજીડેમ ચોકડીએ ભીમરાવનગર મેઇન રોડ પર રહેતાં જીવાભાઇ મૈસુરભાઇ ધાનોયા (ઉ.વ.૫૯) નામના વૃધ્‍ધ રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ કેટલાક સમયથી બિમાર હતાં. જીવાભાઇ પાંચ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. બનાવથી ગઢવી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ બનાવ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

ચોૈદમા બનાવમાં કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટી-૧માં રહેતાં જીતુભાઇ વલ્લભભાઇ ડાભીની દિકરી પલક (ઉ.વ.૧૦) બિમારીથી બેભાન થઇ જતાં મૃત્‍યુ થઇ જતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતક માતા-પિતાની એક જ દિકરી હતી. તેના પિતા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. જન્‍મથી જ તેણી બિમાર હતી.

પંદરમા બનાવમાં રૈયાધાર શ્‍યામલરાજ એપાર્ટમેન્‍ટમાં રહેતાં જીતુભાઇ લાલજીભાઇ પરમાર (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધ ઘરે બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બે બહેનના એક જ નાના ભાઇ હતાં. સંતાનમાં એક દિકરો છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

સોળમા બનાવમાં બાબરામાં કોટન મીલ પાસે રહેતો અને સેન્‍ટ્રીંગ કામની મજૂરી કરતો સુદામા મીઠઇભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૪)ને પેટમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તે મુળ યુપીનો વતની હતો. સંતાનમાં ત્રણ દિકરા છે. બનાવથી મજૂર પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો.

(12:02 PM IST)