તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
તહેવારની રજામાં માંડી દીધા જૂગારના પાટલાઃ ઘરમાં, જાહેરમાં જુગટૂ રમતાં ૮ મહિલા સહિત ૩૫ પકડાયા
ડીસીબીનો કોઠારીયા રોડ કૈલાસપાર્કમાં નીલમબેનના ઘરમાં દરોડો-૧૦ પકડાયાઃ માલવીયાનગર પોલીસના આંબેડકરનગરમાં વિનેશ બથવારના ઘરમાં અને મનિષ ઝરીયાના ઘરમાં દરોડોઃ બંને સ્થળેથી ૭ અને ૮ જણા પકડાયાઃ થોરાળા પોલીસે આકાશદીપ પાસેથી ૬ને પકડયાઃ આજી વસાહત પાસેથી ૪ને પકડયા, ૩ ભાગી ગયા

રાજકોટ તા. ૧૩: તહેવારના દિવસોમાં અલગ અલગ સ્થળે પત્તાપ્રેમીઓ રમવા બેસી ગયા હતાં. પોલીસે જૂગારના ૫ાંચ દરોડામાં ૮ મહિલા સહિત ૩૫ને પકડી લઇ રૂા. ૧,૪૮,૨૫૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. ડીસીબીની ટીમે કોઠારીયા રોડ કૈલાસપાર્કમાં મહિલા સંચાલીત જુગારધામમાંથી ૧૦ને, માલવીયાનગર પોલીસે બે દરોડામાં આંબેડકરનગરમાંથી ૭ને તેમજ ૮ને, થોરાળા પોલીસે બે દરોડામાં ૬ તથા ૪ને પકડયા હતાં. જ્યારે ત્રણ ભાગી ગયા હતાં.
પ્રથમ દરોડાની વિગતો મુજબ ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મનિષભાઇ ચાવડા અને રાજેશભાઇ ચાવડાને બાતમી મળી હતી કે કોઠારીયા રોડ બાપા સિતારામ જનરલ સ્ટોર સામેની શેરીમાં કૈલાસ પાર્ક સોસાયટી-૪માં રહેતાં નિલમબેન નિતીનભાઇ રાઠોડ (ઉ.વ.૩૨) પોતાના ઘરમાં માણસો ભેગા કરી જૂગાર રમાડી રહી છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે ઘરધણી નિલમબેન તેમજ એકતાબેન જીગ્નેશભાઇ મણવર(ઉ.વ.૩૯, રહે. સાધુવાસવાણી રોડ, પાટીદાર ચોક), નીકીતાબેન અલ્પેશભાઈ સાવલીયા (ઉ.વ.૪૨, રહે. લક્ષ્મીવાડી મેઈન રોડ ગોવિંદપરા-૧), વર્ષાબો પુષ્પરાજસિંહ ચુડાસમા (ઉ.વ.૩૭, રહે. રેલનગર, શિવાલય સાનીધ્ય), મનીષાબેને સંજયભાઈ સોંદરવા, ઉ.વ.૩૩, રહે. કાલાવડ ગામ પીડબલ્યુ સરકારી ઓફિસની બાજુમાં),ગોવિંદ અરજણભાઈ આંબલીયા (ઉ.વ.૪૫-રહે. જોગવડ તા. લાલપુર જામનગર), પ્રદ્યુમનસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ.૫૦-રહે. પડાણા વાછરાવાળુ તા. લાલપુર જામનગર), યોગીરાજસિંહ કુવરસિંહ જાડેજા (ઉ.વ.૩૭, રહે. ટોડા ગામ, કાલાવડ), હસમુખ જમનાદાસ ટીલાવત (ઉ.વ.૩૧, રહે. ઉમરાળી ગામ, જેતપુર) અને વિનોદ લાખાભાઈ આહિર (ઉ.વ.૩૨, રહે. ઉપલેટા ન્યુ કોલેજ પાછળ અર્જુનનગર-૩)ને પકડી લઇ રૂા. ૭૧૫૦૦ રોકડા કબ્જે લીધા હતાં.
પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમાર, મનિષભાઇ ચાવડા, કનકસિંહ સોલંકી, દિપકભાઇ ચોૈહાણ, રાજશેભાઇ ચાવડા, ત્રિપદાબેન ભટ્ટ સહિતે આ કામગીરી કરી હતી.
બીજા દરોડામાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર-૨બમાં એક શખ્સ પોતાના ઘરમાં જૂગારધામ ચલાવતો હોવાની માહિતી પરથી માલવીયાનગર પોલીસે ભાઇબીજની મોડી રાતે દરોડો પાડી ઘરધણી તેમજ ત્રણ મહિલા સહિત ૭ને જૂગાર રમતાં પકડી લઇ ૨૫૬૦૦ રૂપિયાની રોકડ કબ્જે કરી હતી. માલવીયાનગર પોલીસની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ કેતનભાઇ કે. નિકોલાને બાતમી મળતાં આંબેડકરનગર-૨-બ ખાતે રહેતાં વિનેશ કાળાભાઇ બથવાર (ઉ.વ.૪૮)ના ઘરમાં દરોડો પાડી તેને તેમજ સમીર મહદમભાઇ કરાલ (ઉ.વ.૨૬-રહે. ગંગા ફોર્જીંગ ગેઇટની અંદર મફતીયાપરા, શાપર), નદીમ વલીમહમદ નોઇડા (ઉ.વ.૨૫-રહે. બરકતીનગર-૨, મહમદીબાગ પાસે કોઠારીયા સોલવન્ટ), રફીક શેરમહમદભાઇ નોઇડા (ઉ.વ.૩૭-રહે. બરકતીનગર-૨, કિસ્મત સિમેન્ટવાળી શેરી), જાહીદાબેન ઇકબાલભાઇ ઠેબા (ઉ.વ.૫૦-રહે. બરકતીનગર-૨), રૂકશાનાબેન આરીફભાઇ થઇમ (ઉ.વ.૩૫-રહે. બરકતીનગર-૨) અને ફરઝાનાબેન અલ્તાફભાઇ સોરા (રહે. લાલપરી મફતીયાપરા-૧, મુલ્તાની મદ્રેસા પાસે)ને પકડી લીધા હતાં.
પોલીસે ગંજીપાના અને રોકડા રૂા. ૨૫૬૦૦ કબ્જે કર્યા હતાં. વિનેશ બથવાર માણસોને ભેગા કરી નાલ ખાઇ જૂગાર રમાડતો હોવાનો ગુનો દાખલ કરાયો હતો.
ત્રીજા દરોડામાં માલવીયાનગર પોલીસે એસટી વર્કશોપ પાછળ ખોડીયારનગર શાક માર્કેટ રોડ પર મનિષ અશોકભાઇ ઝરીયા (ઉ.વ.૧૯) હસ્તકના મકાનમાં તે માણસો ભેગા કરી જૂગાર રમાડતો હોવાની બાતમી કોન્સ. રવિરાજભાઇ પટગીરને મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. મનિષ લોધેશ્વર સોસાયટી-૪/૭ના ખુણે રહે છે. અહિ તેણે મકાન ભાડે રાખ્યું હતું અને જૂગાર રમાડતો હતો.
પોલીસે મનીષ તેમજ બાબુ અમળતલાલ પવાર ( ઉ.વ.-૪૨, રહે. લોધેશ્વર સોસાયટી), ભાવેશ કાનાભાઈ ઝરીયા (ઉ.વ.-૨૭, રહે. લોધેશ્વર સોસાયટી), કમલેશ નાનજીભાઈ ઝરીયા (ઉ.વ.૪૦, રહે. લોધેશ્વર સોસાયટી, ભાવેશ મુકેશભાઈ ઝરીયા (ઉ.વ.૩૭, રહે. વિજય પ્લોટ શેરી નં. ૦૮, મંગલમ કાર્ડ ડેકોરની સામે), મયુર વિનોદભાઈ ઝરીયા (ઉ.વ.૩૧, રહે. લોધેશ્વર સોસાયટી), ચીરાગ અરવિંદભાઈ ઝરીયા (ઉ.વ.૩૮, રહે. લોધેશ્વર સોસાયટી, અને કાળુ છોટુભાઈ ભારદ્વાજ (ઉ.વ.૫૪, રહે. લોધેશ્વર સોસાયટી)ને પકડી લઇ રૂા. ૨૭૬૦૦ કબ્જે કર્યા હતાં.
પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૂ, એએસઆઇ કેતનભાઇ નિકોલા, હેડકોન્સ. કૃણાલસિંહ ઝાલા, કોન્સ. કરમણભાઇ જાદવ, કોન્સ. રશ્મીતાબેન વનાણી, કૃણાલસિંહ ઝાલા, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. રવિરાજભાઇ પટગીર, કરમણભાઇ જાદવ સહિતે આ દરોડો પાડયો હતો. સહિતની ટીમે આ બંને દરોડા પાડયા હતાં.
ચોથા અને પાંચમા દરોડામાં થોરાળા પોલીસે આકાશદીપ સોસાયટીમાં જાહેરમાં જૂગાર રમવા બેઠેલા નુર સૈયદઅલી આલમ (ઉ.વ.૩૯-રહે. દૂધની ડેરી હાઉસીંગ બોર્ડ આકાશદીપ સાગર ચોક મુળ બંગાળ), કાબીલ સુજાદભાઇ શેખ (..વ.૩૮-રહે. આકાશદીપ), હસન નુરૂદા શેખ (ઉ.વ.૪૪-રહે. નવયુગપરા ઘાંચીવાડી-૧), મહેશ મદન મોદન (ઉ.વ.૪૦-રહે. આકાશદીપ ક્વાર્ટર), હનીફ સોહરઅલી શેખ (ઉ.વ.૪૪-રહે. સુખસાગર સોસાયટી ભગવતીપરા) અને શબ્બીર અલાઉદીન શેખ (ઉ.વ.૪૫-રહે. મોરબી રોડ જકાત નાકા પાસે)ને જુગાર રમતાં પકડી લઇ રૂા. ૧૧૭૦૦ની રોકડ કબ્જે કરી હતી.
તેમજ આજી વસાહત પાસે આંબેડકરનગર-૩માં રોડ પર પાડી જાહેરમાં જૂગાર રમી રહેલા ન્યુ સર્વોદય-૧ના વિજય લક્ષમણભાઇ ચાવડા (ઉ.વ.૪૦), નીલમબાગ ખ્વાજા એપાર્ટમેન્ટ પાસે જંગલેશ્વરના સોયેબ રજાકભાઇ ઓડીયા (ઉ.વ.૨૫), આંબેડકરનગર-૨ના નરેશ કરસનભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) તથા મયુર લાલજીભાઇ રાઠોડને પકડી લઇ ગંજીપાના અને રોકડા રૂા. ૧૧૮૫૦ કબ્જે લીધા હતાં. આ દરોડો પડતાં જેકી અને બે અજાણ્યા ભાગી ગયા હતાં. પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં ડી. પી. બગડા, અજીતભાઇ લોખીલ, ગોકુલભાઇ મકવાણા, એચ. ડી. પરમાર સહિતે આ દરોડા પાડયા હતાં
(4:13 PM IST)










