<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગરની દીકરીનો લગ્નોત્‍સવ બન્‍યો યાદગારઃ શ્રેણીબધ્‍ધ મહાનુભાવોની હાજરી

રાજકોટ : જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપના અગ્રણી શ્રી રાજુભાઇ ડાંગરની દીકરીનો લગ્નોત્‍સવ ધામધૂમથી ઉજવાયેલ. રૂડા પ્રસંગે રાજકીય, સામાજિક, શૈક્ષણિક, વેપાર-ઉદ્યોગ, વહીવટી તંત્ર વગેરે ક્ષેત્રના મહાનુભાવોએ મોટી સંખ્‍યામાં હાજરી આપી નવદંપતી પર શુભકામના વરસાવી હતી.

કુળદેવી શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી અ.સૌ. શીતલબેન તથા શ્રી રાજુભાઇ લખુભાઇ ડાંગરની સુપુત્રી ચિ. નંદિની ના શુભ લગ્ન ચિ. પૃથ્‍વી રાજકોટ નિવાસી અ.  સૌ. ઉમાબેન તથા શ્રી દિનેશભાઇ વિરાભાઇ લોખીલના સુપુત્ર સાથે શુક્રવાર તા. રર-૧૧-ર૦ર૪ ના રોજ સાંજના દિવાળી બાગ પાર્ટી લોન્‍સ સદ્‌્‌ભાવના નર્સરીની બાજુમાં પાટીદાર ચોકથી આગળ, ન્‍યુ ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે શરણાઇના સૂર અને ઢોલના ધબકાર વચ્‍ચે યોજાયા હતાં.

ડાંગર પરિવાર આયોજિત દાંડિયા રાસ અને લગ્નોત્‍સવ પ્રસંગે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, સંસદ સભ્‍ય શ્રી પરસોતમભાઇ રૂપાલા, પૂર્વ પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અલ્‍પેશ ઢોલરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, પૂર્વ મેયર શ્રી અશોક ડાંગર, શ્રી પ્રદીપ ડવ, ગોંડલના ધારાસભ્‍ય શ્રીમતી ગીતાબા જાડેજા, રાજકોટના રમેશભાઇ ટીલાળા, દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા, યુવા અગ્રણી ગણેશભાઇ જાડેજા, જિલ્લા પંચાયતના સભ્‍યશ્રી  અર્જુન ખાટરિયા, પૂર્વ પ્રમુખ શ્રી ભૂપત બોદર, લોકસાહિત્‍યકાર ધીરૂભાઇ સરવૈયા, અને મનસુખભાઇ વસોયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઇ ચાવડા, માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી જયેશ બોઘરા, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી ભરત બોઘરા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્‍યક્ષ પી. જી. કયાડા, અગ્રણી રાજેષ (રાજા) ચાવડા, પરેશ રાદડિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલ ટોળિયા, પૂર્વ ધારાસભ્‍ય ચંદુભાઇ વઘાસિયા, જિલ્લા સહકારી બેંકના એમ. ડી. ઘનશ્‍યામભાઇ ખાટરિયા, ઉદ્યોગપતિ ઘનશ્‍યામભાઇ હેરભા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન લાભુભાઇ ખીમાણિયા, માનવ મંદિર સાવરકુંડલાના શ્રી ભકિતરામબાપુ, નીલાખા ગોંડલના શ્રી હનુમાનદાસબાપુ વડિયા, સ્‍વામિનારાયણ મંદિરના શ્રી આનંદસ્‍વરૂપ સ્‍વામી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ રવિ માંકડિયા અને હરેશ હેરભા, ડે.ડી.ડી.ઓ. ઇલાબેન ગોહિલ, રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા, પૂર્વ કારોબારી અધ્‍યક્ષ સહદેવસિંહ જાડેજા, અગ્રણી શૈલેષ ડોબરિયા, ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઝાલા પોલીસ ઇન્‍સ્‍પેકટર હર્ષ હેરભા, સતાપરના ત્રિભોવનદાસબાપુ, ડો. અરૂણભાઇ, નિરવ મોદી, અંકુર વરસાણી, અમિત વસાણી, મિલન ભંડેરી, જયેન્‍દ્ર પુરોહિત વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

(3:11 PM IST)