News of Friday, 29th November 2024
માલવણ પાસે કાર સળગી ઉઠી

વઢવાણઃ પાટડીના માલવણ અમદાવાદ હાઇવે પર પાછલા કેટલાંક દિવસોથી અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. ત્યારે માલવણ-સુરેન્દ્રનગર હાઇવે પર મોડી રાત્રીના સુરેન્દ્રનગર તરફ જતી એક બલેનો કાર અચાનક ભડભડ સળગી ઉઠી હતી. તેમાં ત્રણ લોકો સવાર હતા. જેઓ સમયસૂચકતા વાપરી બાહર નીકળી જતા જાનહાની ટળી હતી.
બલેનો કાર સળગી અને રાખ થવા પામી હતી. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કારમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
