News of Friday, 29th November 2024
મોરબીમાં ૪૦૦૦ રૂપિયાની લાંચ લેતા પકડાયેલ તલાટી મંત્રીને કોર્ટમાં રજૂ કરાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૯: સીટી મામલતદાર કચેરીમાં લાંચ લેતા પકડાયેલ તલાટી મંત્રીને આજે કોર્ટમાં રજુ કરાનાર છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વકીલ હોય જેઓ રેવન્યુ સંબંધિત કામ કરતા હોય અને ફરિયાદીના અસ્લીના નામનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા પ્રાંત અધિકારીને અરજી કરી હતી જે અરજીમાં આરોપી સીટી મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા માટે રૂપિયા ૪૦૦૦ ની લાંચ માંગી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હતા જેથી એસીબીનો સંપર્ક કર્યો થો અને ફરિયાદના આધારે એસીબી ટીમે છટકું ગોઠવ્યું હતું જેમાં સીટી મામલતદાર કચેરી ખાતે તલાટી મંત્રીની ઓફિસમાં રૂપિયા ચાર હજારની લાંચ લેતા આરોપી જયદીપસિંહ જાડેજા રંગેહાથ ઝડપાઈ ગયો હતો જેની પાસેથી એસીબી ટીમે લાંચની રકમ રૂ ૪૦૦૦ રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
લાંચ લેતા પકડાયેલ તલાટી જયદીપસિંહ જાડેજાને આજે કોર્ટમાં રજુ કરાનાર છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
