News of Friday, 29th November 2024
વોર્ડ નં. ૧૩માં રોડ ટનાટન બનશેઃ ડામર કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧૩માં ખીજળાવાળા રોડ પર બજરંગ પાનથી પ્રમુખ મેડીકલ સ્ટોર સુધીના રોડ પર રૂ. ર૦ લાખના ખર્ચે ડામર રિ-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત વિધાનસભા-૭૦ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા હસ્તે કરવામાં આવ્યું. વોર્ડ નં. ૧૩માં ખીજળાવાળા રોડ પર બજરંગ પાનથી પ્રમુખ મેડીકલ સ્ટોર સુધીના રોડ પર ડાર રિ-કાર્પેટનું કામ થવાથી આસપાસના વિસ્તારના લોકોને ફાયદો થશે અને હાલાકીમાંથી મુકિત મળશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર અને હાઉસિંગ કમિટી ચેરમેન નીતિનભાઇ રામાણી, વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર અને બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, કોર્પોરેટર જયાબેન ડાંગર, વોર્ડ નં. ૧૩ના મહામંત્રી ભરતભાઇ સવસેટા, નરસિંહભાઇ પટોળીયા, વોર્ડ અગ્રણી જીતુભાઇ સેલારા, રમેશાભઇ વેકરીયા, પ્રવિણભાઇ રાઠોડ, દિવ્યેશભાઇ પીપળીયા, રમેશભાઇ લાઠીયા, નિખીલભાઇ ભંડેણીયા, અમિતભાઇ જાવિયા, અરૂણભાઇ સુરાણી, મહેન્દ્રભાઇ ખેરડીયા, ગોવિંદભાઇ મંડોરા, બાબુભાઇ પટેલ, ચંદુભાઇ પ્રજાપતિ, જયસુખભાઇ વિરડીયા, કિશનભાઇ સુરાણી, મિલનભાઇ લાઠીયા ઉપસ્થિત રહ્યા હતા.
(3:37 PM IST)










