<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

નશાયુક્‍ત શીરપના ગુણામાં એકવર્ષથી નાસતો ફરતો પિયુષ અડીયેચા પકડાયો

માલવીયાનગરના પી.એસ.આઇ.ડી.એસ.ગજેરા તથા ટીમે મવડી શાકમાર્કેટ પાસેથી દબોચ્‍યો

રાજકોટતા.૨૯: રૈયા રોડ પર એક દુકાનમાંથી ગાંધીગ્રામ પોલીસે કબજે કરેલ નશાયુક્‍ત શીરપના ગુનામાં એક વર્ષથી નાસતા કરતા શખ્‍સને માલવીયાનગર પાલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર શ્રી મહેન્‍દ્ર બગરીયા,ડીસીપી જગદીશ બાંગરવા તથા એસીપી રાધીકા ભારાઇની સૂચનાથી માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ, ડી.એસ.ગજેરા સ્‍ટજ્ઞાફ સાથે આરોપીઓની શોધમાં હતા. ત્‍યારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં કબજે થયેલ નશાયુક્‍ત શીરપના ગુનામાં નાસતો ફરતો શખ્‍સ મવડી રોડ પર હોવાની બાતમી મળતા મવડી રોડ શાકમાર્કેટ પાસેથી પિયુષ જનકભાઇ આડીયેચા(ઉ.વ ૪૫)(રહે સ્‍વામીનારાયણનગર શેરી નં.૫ ગોકુલધામ આર.ઓમ.સી. કવાર્ટર પાછળ)ને પકડી લીધો હતો.પિયુષ આ ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર હતો. તે અગાઉ માલવીયાનગર અને ભક્‍તિનગર પાલીસમાં મારામારી તથા વિદેશી દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે.આ કામગીરી પી.આઇ.જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ .ડી. ઓસ. ગજેરા, એ. એસ. આઇ. કેયુવાળા, હિરેનભાઇ પરમાર,હેડકોન્‍સ અજયભાઇ વિક્રમા ,જયદેવસિંહ પરમાર  દિનેશભાઇ બગડા  ,હિતેશભાઇ અગ્રાવત,કોન્‍સ ભાવેશભાઇ ગઢવી,મનીષભાઇ સોંઢીયા, મયુરદાનભાઇ બાટી, જયદીપસિંહ ભટ્ટી અને ચિત્રકેતુસિંહ ઝાલા દ્રારા કરવામાં આવી હતી

(4:12 PM IST)