News of Friday, 29th November 2024
કૌન બનેગા મહારાષ્ટ્ર કા CM ? કોકડું હજુ ગુંચવાયેલું
ગઇરાત્રે દિલ્હીમાં ગૃહમંત્રી શાહના નિવાસે ૩ કલાક લંબાણપૂર્વક ચર્ચા - વિચારણા છતાં કોઇ નિર્ણય લઇ શકાયો નહિ : મુંબઇ પાછા ફર્યા મહાયુતિના નેતાઓઃ જો કે બેઠક સારી અને સકારાત્મક રહી હોવાનો શિંદેનો દાવો : બેઠકમાં નડ્ડા પણ હાજર હતા : હવે મુંબઇમાં મહાયુતિના નેતાઓ બીજી બેઠક યોજી CM અંગે નિર્ણય લેશે

નવી દિલ્હી, તા.૨૯: મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ હશે? ગઈકાલે રાત્રે દિલ્હીમાં ગળહમંત્રી શાહના નિવાસસ્થાને લગભગ ૩ કલાકની બેઠક બાદ પણ આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી. મહાયુતિના નેતા, કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે અને બંને પૂર્વ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર અમિત શાહને મળ્યા હતા. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ નડ્ડા પણ હાજર હતા. એનસીપીના સાંસદ સુનીલ તટકરે અને પ્રફુલ પટેલ પણ હાજર હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગળહમંત્રી શાહે ગઈકાલે રાત્રે શિંદે, ફડણવીસ અને અજિત પવાર સાથે અલગ-અલગ વાત કરી હતી. શાહે ત્રણેય સાથે કેબિનેટ વિભાજન અંગે વિચાર-વિમર્શ કર્યો છે. માહિતી આવી રહી છે કે ધારાસભ્યોની સંખ્યાના હિસાબે ભાજપ લગભગ ૨૦ મંત્રાલયો પોતાની પાસે રાખવા માંગે છે. શિવસેનાને એનસીપી કરતા વધુ મંત્રીપદ મળવાની આશા છે.
જોકે, કયો વિભાગ કોની પાસે રહેશે તે અંગે હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી અને સૌથી મહત્વની વાત એ છે કે આ બેઠક બાદ મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો અંત આવ્યો નથી. આ બેઠક ત્રણ કલાક ચાલી હતી. તે પછી, ત્રણેય એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે મુંબઈ પાછા ફર્યા.
અજિત પવાર અને ફડણવીસ એકસાથે મુંબઈ પહોંચી ગયા છે, જ્યારે અજિત એકનાથ શિંદે એકલા મુંબઈ જવા રવાના થયા છે. હવે સમાચાર છે કે આજે જ ફોન પર બીજા રાઉન્ડની ચર્ચા થશે. એવા પણ સમાચાર છે કે શપથ ગ્રહણ ૨જી ડિસેમ્બર અથવા ૫મી ડિસેમ્બરે થઈ શકે છે.
આ બેઠક અંગે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે આ બેઠક સારી અને સકારાત્મક હતી. આ પહેલી મુલાકાત હતી. જેમાં શાહ અને જેપી નડ્ડા મળ્યા હતા. શિંદેના જણાવ્યા અનુસાર, મહાયુતિના નેતાઓ મુંબઈમાં બીજી બેઠક કરશે જેમાં સીએમના નામ પર નિર્ણય લેવામાં આવશે.
અગાઉ, શિંદેએ પુનરોચ્ચાર કર્યો હતો કે મુખ્ય પ્રધાન પદ માટે કોઈ અવરોધો નથી અને ‘‘લાડલા ભાઈ' દિલ્હી આવી ચુકયા છે અને લાડલા ભાઇ મારા માટે કોઇ પદથી મોટા છે. મેં ગઈકાલે પત્રકાર પરિષદમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી કે મહાયુતિના મુખ્યમંત્રીને લઈને કોઈ અવરોધ નથી. શિંદેએ બેઠકમાં કહયું, ‘‘આ લાડલા ભાઈ' દિલ્હી આવી ગયા છે અને ‘લાડલા ભાઈ' મારા માટે કોઈપણ પદ કરતા મોટા છે.'
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો ૨૩ નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મહાયુતિને ૨૩૩ સીટો મળી હતી. આટલો બમ્પર મેન્ડેટ મળવા છતાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને હજુ સુધી મુખ્યમંત્રી માટે તેની પસંદગી નક્કી કરી નથી. ૨૮૦ સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ ૧૩૨ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો, જ્યારે તેના સાથી પક્ષો - એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી ફઘ્ભ્ - અનુક્રમે ૫૭ અને ૪૧ બેઠકો જીતી હતી.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
