News of Friday, 29th November 2024
ભગવાન મહાકાલ ભૈરવની મૂર્તિ સાથે એક યુવકે કર્યો દુર્વ્યવહાર : મૂર્તિના મોંમાં સિગારેટ મૂકી: જુઓ વિડિઓ
સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો:યુવકની ઓળખ આકાશ ગોસ્વામી તરીકે થઇ: પોલીસે કાર્યવાહી કરી

જબલપુરઃ મધ્ય પ્રદેશના જબલપુરથી એક ચોંકાવનારા સમાચાર જાણવા મળી રહ્યા છે. અહીંના અસામાજિક યુવક દ્વારા ભગવાન મહાકાલ ભૈરવની મૂર્તિ સાથે અભદ્ર વર્તન કર્યું છે. એક તોફાની યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવક ભક્તોને કાલ ભૈરવ મહારાજને સિગારેટ ચઢાવવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક યુવકે મૂર્તિના મોંમાં સિગારેટ મૂકીને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ યુવકની ઓળખ આકાશ ગોસ્વામી તરીકે થઇ છે. આકાશ નામનો યુવક દ્વારા કાલ ભૈરવની પ્રતિમાને સિગારેટ પીવડાવી રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. લગભગ 36 સેકન્ડનો આ વીડિયો સામે આવ્યા બાદ જબલપુર પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ દોષિત યુવક સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના ગ્વારીઘાટ વિસ્તારમાં બાદશાહ હલવાઈ મંદિર પાસે સ્થિત શ્રી પ્રાચીન કાલ ભૈરવ સિદ્ધપીઠમાં બની હતી.
આ વીડિયો વાઈરલ થયા બાદ શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંબંધિત યુવકો સામે કડક કાર્યવાહીની માંગ ભક્તો કરી રહ્યા છે. જોકે, આવું પહેલીવાર બન્યું નથી કે ભગવાનની મૂર્તિ સાથે ચેડાં કરવામાં આવ્યા હોય. આ પહેલા પણ ભગવાનની મૂર્તિ સાથે દુર્વ્યવહારના અનેક વીડિયો સામે આવ્યા છે જેણે ભક્તોનો રોષ જગાવ્યો છે
मध्य प्रदेश | सोशल मीडिया में प्रसिद्धि पाने के लिए आस्था से खिलवाड़! जबलपुर में युवक ने भगवान काल भैरव की प्रतिमा को पिलाई सिगरेट, VIDEO वायरल#MadhyaPradesh #Jabalpur #viralvideo #LatestNews #VistaarNews pic.twitter.com/1fHYX0F8BZ
— Vistaar News (@VistaarNews) November 29, 2024
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
