<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકે એક જ દિવસમાં ૨૦ સાથે એક વર્ષમાં ૮૪૬ને પાસાનાં પિંજરે પુર્યા

અમદાવાદમાં ભયજનક શ્રેણીમાં આવતા રીઢા ગુનેગાર, ડ્રગ્‍સ માફીયાઓ, મોટા ગજાના બૂટલેગરો, ભૂ માફિયાઓને વીણી વીણી પોલીસ શું કહેવાય તેનું ભાન કરાવ્‍યું : અમિતભાઈ શાહ દ્વારા જેની ખાસ પસંદગી થયેલ છે, તેવા આ આઇપીએસ દ્વારા દુશ્‍મન દેશના દાંત ગૂજરાત બીએસએફ કાર્યકાળ દરમિયાન ખાટા કરી નાખેલ

રાજકોટ તા.ર૯  અનેક નામો વચ્‍ચે કેન્‍દ્રીયમંત્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ શહેરનું તમામ રીતે મહત્‍વ સમજી સ્‍વચ્‍છ છબી ધરાવતા જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકની ખાસ પસંદગી કરી છે , તેવા આ સિનિયર આઇપીએસ અધિકારી રજા પરથી ઞઈ કાલે પરત આવી તુરંત એકશનમાં આવી ગયા છે.      જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ કેવી મજબૂતાઇથી જાળવી છે તે કાગળ પર નહિ રેકર્ડ પર છે, જે એક અનોખો રેકર્ડ છે,જે બાબત રેકર્ડ પર છે. રજા પરથી આવતાની સાથે જ પ્રથમ દિવસે ૨૦ અસામાજિક તત્‍વોને પાસામાં ધકેલવા સાથે તેમના એક થી સવા વર્ષના કાર્યકાળ દરમિયાન ૮૪૬ વિવિધ શ્રેણીમાં આવતા ભયજનક, બુટલેગર, ડ્રગ્‍સ  પેડલર, ભુ માફીયાઓ અને શરાબ માફિયાઓને પાસાનાં પિંજરે પૂરી દીધા છે.બીએસએફ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા આ આઇપીએસ દ્વારા બીએસએફનાં કાર્યકાળ દરમિયાન દુશ્‍મન દેશના અટકચાળાનો જડબેસલાક જવાબ તેમના નેતળત્‍વમાં તેમની ટીમ દ્વારા અપાયેલ.વડોદરા રેન્‍જ  હોય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા થયેલ કાર્યવાહી લોકો આજે પણ યાદ કરે છે.

(3:05 PM IST)