<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

અયોધ્યામાં એરપોર્ટ પર મહર્ષિ વાલ્મિકીની પ્રતિમા સ્થાપિત થશે

એક વર્ષ દરમિયાન આશરે ૭.૫૦ લાખ યાત્રિકોએ એરપોર્ટ પર અવરજવર કરી છે

અયોધ્યા: તા.૩૦ ડિસેમ્બરે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટને શરૂ થયે એક વર્ષ થશે. એક વર્ષ દરમિયાન અહીંથી આશરે રોજની ૨૦૦૦ યાત્રિકોનીઅવર-જવર થઈ રહી છે. એટલે એક વર્ષ દરમિયાન આશરે ૭.૫૦ લાખ યાત્રિકોએ એરપોર્ટ પર અવરજવર કરી છે. વિતેલા એક વર્ષ દરમિયાન યાત્રિકોની સુવિધાઓમાં ખૂબ વધારો થયો છે. હવે પર્યટન તેમજ સંસ્કૃતિ વિભાગ એરપોર્ટ પર મહર્ષિ વાલ્મિકીની ૬ ફુટની પ્રતિમા સ્થાપિત કરવા જઈ રહ્યા છે. તેની પાસે જ ૧૦૮ ફૂટ ઊંચા સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેની ઉપર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવશે. 

  અયોધ્યા એરપોર્ટના ડાયરેક્ટર વિનોદકુમારે જણાવ્યું હતું કે, મહર્ષિ વાલ્મિકીની પ્રતિમા અને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાના કામને આગામી મહિનામાં પૂરું કરી લેવામાં આવશે. ડાયરેક્ટરે જણાવ્યું કે, એરપોર્ટના વિસ્તાર બ્લોકનું નિર્માણ આગામી વર્ષ-૨૦૨૫ માં પૂરું થઈ જશે. બીજા તબક્કાનો આકાર વર્તમાન ટર્મિનલથી અનેક ઘણો મોટો હશે.

   એરપોર્ટના અધિકારી અભિષેક સિંહના જણાવ્યા પ્રમાણે યાત્રિકોની સુવિધાને માટે કંઈ અનેક સુવિધાઓ ચાલી રહી છે. ડાયરેક્ટર વિનોદકુમારે જણાવ્યું કે વિશેષ શ્રેણીના યાંત્રિકોને માટે વિશેષ સુવિધાઓ વાળા કક્ષ પણ બને છે. તેમાં વિકલાંગ, ચાઈલ્ડ કેર મુખ્ય છે. એરપોર્ટ પર ધાર્મિક વાતાવરણનો એહસાસ કરાવાને માટે રામાયણના પ્રિન્ટિંગ લગાવવામાં આવ્યા છે. ‌

(9:42 PM IST)