<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ચક્રવાત ફેંગલ આગળ વધ્યું : ચેન્નાઈ એરપોર્ટ પર 13 ફ્લાઈટ્સ રદ; તમિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ

ચક્રવાત બપોરે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા:પવનની ઝડપ 70-80 કિમી/કલાકની હોઈ શકે

નવી દિલ્હી: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં રચાયેલ ડીપ ડિપ્રેશન શુક્રવારે ચક્રવાત ફેંગલમાં ફેરવાઈ ગયું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે આ ચક્રવાત તમિલનાડુ અને પુડુચેરીના ઉત્તરી કિનારા નજીક ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનની શક્યતા છે. ખરાબ હવામાનને કારણે શુક્રવારે ચેન્નાઈ એરપોર્ટથી આવતી અને જતી 13 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.

    ચક્રવાત 30 નવેમ્બરે બપોરે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. પવનની ઝડપ 70-80 કિમી/કલાકની હોઈ શકે છે અને 90-100 કિમી/કલાક સુધીની ઝડપે પવન ફૂંકાય છે. 

   હવામાન વિભાગે તમિલનાડુ અને પુડુચેરી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે શનિવારે ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, વિલુપ્પુરમ, કલ્લાકુરિચી, કુડ્ડલોરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાનીપેટ, તિરુવન્નામલાઈ, વેલ્લોર, પેરમ્બલુર, અરિયાલુર. તંજાવુર, તિરુવરુર, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 

  IMD અને તમિલનાડુના અધિકારીઓ વાવાઝોડા પર નજીકથી નજર રાખી રહ્યા છે અને જરૂર પડ્યે સહાય પૂરી પાડવા માટે ટીમો સ્ટેન્ડબાય પર છે.

    માછીમારો અને દરિયાકાંઠાના રહેવાસીઓને ચેતવણી દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે.

    તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની ચેતવણીને કારણે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. તમિલનાડુ રેવન્યુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે 2,229 રાહત કેન્દ્રો સ્થાપ્યા છે.

  નાગપટ્ટનમ અને તિરુવરુર જિલ્લામાં 471 લોકોને છ રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. નાગાપટ્ટનમ જિલ્લામાં 800 એકર ડાંગરનો પાક ડૂબી ગયો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

(11:21 PM IST)