News of Friday, 29th November 2024
તળાજાના બાઇક સવાર બે યુવાનો ટોરસ સાથે ટકરાતા એકનું મૃત્યુ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯ : તળાજાના દિનદયાળ નગર ખાતે રહેતા બે લવર મુછીયા યુવાનો સવારના બાઈક પર સવાર થઈ પાલીતાણા બગીના કામ હોય જવા રવાના થયા હતા. કુંઢેલી પાસે પહોંચતા આગળ જતા ટ્રક પાછળ ઘુસી જતા બાઈક સવાર યુવાનને હેડ ઈંજરી થતા સ્થળ પર જ મળત્યુ નિપજેલ. સાથી સવાર મિત્રને આંખના ભાગે ઇજા થઇ હતી. ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો વાહન લઈ ને.
દિન દયાળ નગર વિસ્તારમાં રહેતા આર્થિક રીતે સાધારણ પરિવાર ના યુવાન મિત્રો અરમાન રમઝાનભાઈ સોલંકી અને સેજાન સાદીકભાઈ ચૌહાણ પાલીતાણા જવા માટે સવારે ૬ વાગ્યા ના અરસામાં રવાના થયાહતા.બાઈક નં.જીજે ૦૪-ડીજે-૨૪૬૭ લઈ કુંઢેલી નજીકથી પસાર થતા હતા ત્યારે આગળ જતા ડમ્પરની પાછળની બાજુએ અકસ્માત થતા બાઈક ચાલક અરમાન રમઝાનભાઈ સોલંકીનું સ્થળ પર જ હેડ ઈંજરીના કારણે મોત નીપજ્યું હતું. સાથી સવાર મિત્ર સેજાન ચૌહાણને આંખના ભાગે ઇજા થતાં ભાવનગર વધુ સારવાર અર્થે જવું પડ્યું હતું.
અકસ્માતે નવ લોહિયા યુવાન નું મળત્યુ થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. સેવાભાવી અને સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
મિત્રને ગુમાવનાર ઇજાગ્રસ્ત સેજાન ચૌહાણએ અકસ્માતને લઈ જણાવ્યું હતુ કે કશું દેખાયું જ નહીં. સીધો અકસ્માત થયો એજ ખબર પડી. ઉલ્લેખનીય છેકે એક મિત્ર વહેલી સવારે જાગ્યો નહિ નહિતર ત્રણેય સાથે જવાના હતા તેમ ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોએ જણાવ્યું હતુ.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
