News of Friday, 29th November 2024
ગોંડલના ગુંદાળા પાસે અજાણ્યા પુરૂષની લાશ મળીઃ વાલી વારસની શોધ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૯: ગોંડલ ગુંદાળા ગામ નજીક વ્રજ - ૨ માં મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ ની બાજુના ખેતર માં આવેલ ખુલ્લા કૂવામાંથી એક અજાણ્યા પુરૂષ ની લાશ મળી આવતા પોલીસે વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.
અજાણ્યા મળતક ની આશરે ૩૦ વર્ષ ની ઉંમર છે જેને ગ્રે સફેદ - લાલ કલરના ઉભા પટ્ટા વાળો આખી બાયનો શર્ટ તથા ભુરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે.શરીરે મજબૂત બાંધાનો છે તેને જમણા હાથમાં કાળા કલરનું રબરનું પીળા કલરના અક્ષરમાં હિન્દીમાં ‘‘મહાકાલ'' લખેલું બ્રેસલેટ પહેરેલ છે. અને જમણા હાથના કાંડા પાસે અંગ્રેજી માં “R. I. P.” લખેલું છે. તેમજ જમણા હાથના બાવડા પાસે ‘‘દિલ તથા તલવાર અને દિલમાં અંગ્રેજીમાં “R. I. P.” લખેલું છે.ફોરેન્સીક પી.એમ. રીપોર્ટમાં મૃતકનું પડી જતા ઇજા થતા મોત થયાનું જાહેર થયું છે.
મળતકના મળતદેહ ને સરકારી હોસ્પિટલ માં કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ છે આ અજાણ્યા પુરૂષ ને કોઈ ઓળખીતા હોય તો તાલુકા પોલીસ હેડ.કોન્સ મયુરસિંહ રાણા નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
