<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

મોરબીના વિખ્‍યાત મહેન્‍દ્ર પટેલ-રાધે બિલ્‍ડર-તીર્થક મીલ-સોહમ મીલ પર આયકર ત્રાટકયું

મોરબી ઉપરાંત અમદાવાદ-મહેસાણા-વડોદરા-ગાંધીનગર-હિંમતનગર ખાતે પણ રેડઃ ૩૭ સ્‍થળે ૭૦ અધિકારીઓ ત્રાટકયા : સોહમ મીલ-તીર્થક મીલના સંચાલક ફુલતરિયા પરિવાર મોરબીના રાજકીય અગ્રણીના વેવાઇ થાય છે

રાજકોટ તા. ર૯ :.. દિવાળીના તહેવારો વિતી ગયાને ૧ મહિના બાદ ઇન્‍કમટેક્ષ ડીપાર્ટમેન્‍ટે આળસ ખંખેરી આજે મોરબી - અમદાવાદ-વડોદરામાં સવારે ૭ વાગ્‍યાથી દરોડાનો દોર શરૂ કરતા હલચલ મચી ગઇ છે.

મોરબીના વિખ્‍યાત મહેન્‍દ્ર પટેલ જૂથ કે જે કન્‍સ્‍ટ્રકશન બીઝનેશ સાથે સંકળાયેલ છે, તેમના બે બંગલી-૪ સાઇટ-ઓફીસો ઉપરાંત આ જૂથ સાથે સંકળાયેલ મોરબીની તીર્થક મીલ, સોહમ મીલ, અમદાવાદ-મહેસાણા રાધે બીલ્‍ડર જૂથ ઉપર મોટા પાયે દરોડા પડયા છે, એકબીજા સાથે સંકળાયેલ કુલ ૭ બીઝનેશ સંકૂલો અને રહેઠાણો - ઓફીસો થઇને ૭૦ અધિકારીઓનો કાફલો ૭૦ સ્‍થળે ત્રાટકયો છે.

આ ઉપરાંત મોરબી-અમદાવાદમાં મોટુ કામકાજ ધરાવતા ચાવડા ઇન્‍ફ્રાસ્‍ટકચર, મોરબીની બે સિરામિક પેઢીઓ, ઉપર પણ તવાઇ બોલાવાઇ છે.

ઇન્‍કમટેક્ષના ટોચના સુત્રોના ઉમેર્યા પ્રમાણે હિંમતનગરની બે ઓફીસમાં સર્વે તો ગાંધીનગરમાં સેકટર ચ-ઘ, ક્ષેત્રમાં ત્રણ ઓફીસમાં દરોડા - સર્વે ચાલી રહ્યો છે, બહુ મોટા પાયે બેનામી વ્‍યવહારો ઝડપાય તેવી સંભાવના છે, સવારે ૧૦ વાગ્‍યે મળતા રીપોર્ટ મુજબ કોમ્‍પ્‍યુટરાઇઝ તમામ ડેટાઓ સીલ કરી દેવાયા છે, મોરબીમાં સોહમ મીલ - તીર્થક મીલના સંચાલક ફુલતરીયા પરિવાર મોરબીના મોટા રાજકીય માથાના વેવાઇ થતા હોવાનું બહાર આવ્‍યું છે.

(10:59 AM IST)