News of Friday, 29th November 2024
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ: જાણો ભારતમાં ક્યારે અને ક્યાં આ મેચ લાઈવ જોઈ શકો છો
6 ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાશે

ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન ઓસ્ટ્રેલિયામાં જારી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયા ટીમને 295 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચ આવતા મહિને 6 ડિસેમ્બરે રમાશે.
આ મેચ બંને ટીમો માટે મહત્વની છે. ટીમ ઈન્ડિયાની નજર લીડ જાળવી રાખવા પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ લીડની બરાબરી કરવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા શ્રેણીની બીજી મેચમાં વાપસી કરશે. શ્રેણીની પ્રથમ મેચમાં યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ સદીની ઇનિંગ્સ રમી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શુક્રવારે તારીખ 06 નવેમ્બર 2024થી રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ એડિલેડના એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે. તેનો ટોસ અડધો કલાક વહેલો સવારે 9.00 વાગ્યે થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિકાસ્ટ કરવામાં
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર કરવામાં આવશે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
