<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

પોરબંદરઃ ૪ માસથી પેરોલ રજા ઉપરથી નાશી ગયેલ કેદી ઝડપાયો

 

પોરબંદર તા. ૨૯: ચાર માસથી પેરોલ રજા ઉપરથી નાશી ગયેલ કેદી લખન અરજણભાઇને પેરોલ ફર્લો સ્‍કોવર્ડેપકડી લીધો છે.

પેરોલ ફર્લો સ્‍કોડ પોરબંદરના પો.સબ.ઇન્‍સ.શ્રી એચ.એમ જાડેજા તથા પેરોલ ફર્લો સ્‍કોડના   એ.એસ.આઈ. જે.આર.કટારા તથા પો.હેડ.કોન્‍સ. હરેશભાઈ સિસોદીયા તથા વજશીભાઈ વરુ તથા પ્રકાશભાઇ નકુમ નાઓની સંયુક્‍ત બાતમી રાહે હકીકત મળેલ કે રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે પાકા કામના આરોપી તરીકે સજા ભોગવતો લખન અરજનભાઇ પરમાર રહે.

પોરબંદર વાળો પેરોલ રજા પરથી  ફરાર થઇ ગયેલ છે સોમનાથ સોસાયટી ખાતે છે તેવી હકીકત આધારે મહેસાણા જઇ તપાસ કરતા  ફરાર કેદી/આરોપી મળી આવેલ જેને આગળની સજા કાપવા સારૂ રાજકોટ જેલ ખાતે મોકલી  આપવામાં આવેલ છે.પેરોલ ફર્લો સ્‍કોડ પો.સબ.ઈન્‍સ.એચ.એમ.જાડેજા તથા એ.એસ.આઈ એચ.કે.પરમાર, જે.આર.કટારા, પિ.કે.બોદર તથા HC પિયુષભાઇ સીસોદીયા તથા પ્રકાશભાઇ નકુમ તથા  વજશી ભાઇ વરૂ તથા હરેશ ભાઇ સીસોદીયા તથા કેશુભાઇ ગોરાણીયા તથા જેતમલભાઇ મોઢવાડીયા તથા PC આકાશભાઇ શાહ તથા ટેકનીકલ ટીમ દ્રારા  પેરોલ રજા ઉપરથી નાસી ગયેલ કેદીને પકડવાની કામગીરી કરવામાં આવેલ છે.

(2:00 PM IST)