News of Friday, 29th November 2024
કચ્છમાં ૩ર શખ્સો હથિયાર સાથે ઝડપાયા
પૂર્વ કચ્છ જીલ્લામાં હથિયારબંધી જાહેરનામા ભંગની ફરિયાદનો ઢગલો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૯ :.. કચ્છમાં ૩ર શખ્સોને અલગ-અલગ જગ્યાએથી હથિયારો સાથે ઝડપી લઇને કાર્યવાહી કરી છે.
પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખતા અને હથિયારબંધી જાહેરનામાનો ભંગ ક૨તા ઇસમો ને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.
જેથી ખાસ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવતા મુકેશ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ તથા સાગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને હથિયારબંધી જાહેરનામાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચનાઓ કરી કાર્યવાહી કરાવવામાં આવેલ જેમા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા એલ.સી.બી. મળી નીચે જાણાવ્યા મુજબ ૩૨ ઇસમોને હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા પકડી પાડી ૩૨ હથિયારો કબ્જે કરી જાહેરનામા ભંગના કેસો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જેમાં અંજારમાં ૨, આદીપુરમાં ૧, એડીવી. ગાંધીધામમાં ૮, બી ડીવી. ગાંધીધામમાં ૫, કંડલા મરીનમાં ૧, દુધઇમાં ૧, ભચાઉમાં ૩ કેસ દાખલ થયા છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
