News of Friday, 29th November 2024
બાઇક સ્લીપ થતાં છ બહેનના એકના એક ભાઇ વેરાવળના હિરેનનું મોત
ત્રીસ વર્ષનો યુવાન કડીયા કામે જતો હતો ત્યારે બનાવઃ રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૯: સોમનાથ વેરાવળના છ બહેનના એકના એક ભાઇ ત્રીસ વર્ષના યુવાનનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજા થવાથી મૃત્યુ થયું છે.
વેરાવળમાં ગણેશ મીલ પાછળ રહેતો હિરેનભાઇ કચરાભાઇ ગોહેલ (ઉ.વ.૩૦) નામનો યુવાન તા. ૨૩/૧૧ના રોજ પોતાનું બાઇક હંકારીને પીપળવા ગામ નજીક સાઇટ પર કામે જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં કોડીનાર સારવાર માટે દાખલ કરાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ્માં દાખલ કરાયો હતો. અહિ તેનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પ્ર.નગર પોલીસે પ્રાથમિક કાગળો કરી કોડીનાર પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર હિરેનભાઇ કડીયા કામી કરી ગુજરાન ચલાવતો હતો. તે છ બહેનનો એકનો એક ભાઇ હતો. પરિવારનો આધારસ્તંભ છીનવાઇ જતાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
