News of Friday, 29th November 2024
ઓખામાંથી શંકાસ્પદ જાસુસ ઝડપાયો : પાકિસ્તાનમાં માહિતી મોકલતો‘તો
ઓખામાં કોસ્ટગાર્ડમાં વેલ્ડર તરીકે કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતો હતો ઓખા બંદર પાસે વેલ્ડીંગ કામ કરતા શખ્સની એટીએસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા પુછપરછ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૯: દેવભુમી દ્વારકા જીલ્લાના ઓખા બંદર પાસેથી એટીએસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ જાસુસને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સ પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં ભારતીય કોસ્ટગાર્ડ તથા સુરક્ષા એજન્સીઓની માહીતી અને ફોટા મોકલતો હોવાનું ખુલ્યું છે.
પ્રાપ્ત માહીતી મુજબ દેવભુમી દ્વારકા જીલ્લાના ઓખા બંદર આસપાસ એટીએસ અને બંદર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ શખ્સ ઝડપાયો હતો. જેની પુછપરછ કરતા તે કોસ્ટગાર્ડમૉ કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતો હોવાનું જણાવ્યું હતું. તેમજ પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં સંવેદનશીલ ફોટા પાડીને મોકલતો હોવાનું કબુલ્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાનના એક શખ્સ સાથે સંપર્કમાં હોવાનું પણ ખુલ્યું છે.
ઓખા બંદર પાસેથી ઝડપાયેલ આ શખ્સનું નામ દીપેશ હોવાનું જાણવા મળ્યું છે. જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા આ શખ્સની પુછપરછ હાથ ધરવામાં આવી છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
