News of Friday, 29th November 2024
અમેરીકાની બાયડન સરકારે બાંગ્લાદેશ ઉપર
ધ્યાન આપ્યુ નથી : પરંતુ હવે ટ્રમ્પ આવી ગયા છે !

આ સમય માત્ર બાંગ્લાદેશની લઘુમતીઓ માટે જ નહિં સમગ્ર દેશના અસ્તિત્વ માટે ખતરા સમાન છે
વોશીંગ્ટન : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે ત્યારે અમેરિકાએ કહ્યું છે કે જો બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર ધ્યાન આપ્યું નથી.
યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ના પૂર્વ કમિશનર જોની મૂરે કહ્યું છે કે, ઁઅમેરિકાની બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર ખાસ ધ્યાન આપ્યું નથી. આ સમય માત્ર બાંગ્લાદેશની લઘુમતીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના અસ્તિત્વ માટે ખતરા સમાન છે. પરંતુ ટ્રમ્પ હવે આવી રહ્યા છે.
જોની મૂરે કહ્નાં કે, ડોનાલ્ડ ટ્રમ્પ તેમની શ્રેષ્ઠ ટીમ સાથે સત્તા સંભાળવા જઈ રહ્ના છે. તેમની ટીમ અમેરિકન મૂલ્યોની હિમાયતી છે અને ભારતને સાથી તરીકે જુઍ છે. મને આડ્ઢર્ય છે કે વર્તમાન અમેરિકન સરકાર બાંગ્લાદેશ પર વધુ ધ્યાન કેમ નથી આપતી. પરંતુ હકીકત ઍ છે કે અમેરિકામાં સરકાર બદલાવા જઈ રહી છે, જે બેજોડ વિદેશ નીતિ ધરાવતી હશે. પરંતુ હું કહી શકું છું કે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પરત ફરી રહ્ના છે અને અમેરિકન મૂલ્યોથી ભરપૂર ટીમ સારા ભવિષ્ય માટે કામ કરશે. ટ્રમ્પની આ ટીમ ભારતને ઍક મહત્વપૂર્ણ સહયોગી તરીકે જુઍ છે. હાલમાં વિશ્વભરમાં ૫૦ થી વધુ યુદ્ધો ચાલી રહ્ના છે. ત્યારે આ નિવેદનને ખૂબ મહત્વ અપાઈ રહ્ના છે.(
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
