<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

હાઇકોર્ટના આદેશ સુધી ટ્રાયલકોર્ટ કોઇ કાર્યવાહી ના કરે

સંભલ મામલે સુપ્રિમ કોર્ટનો મહત્‍વનો આદેશ : સંભલમાં શાંતિ જોઇએ : હાઇકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્‍ટે

સંભલ, તા.૨૯: ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્‍જિદમાં થયેલી હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. CJI સંજીવ ખન્નાની બેન્‍ચે જિલ્લા કોર્ટના સર્વે ઓર્ડર પર વચગાળાનો સ્‍ટે મૂકયો છે. સુપ્રીમ કોર્ટે મુસ્‍લિમ પક્ષને સંભલમાં મંદિર કે મસ્‍જિદ છે કે કેમ તે અંગે સુનાવણી માટે અલ્‍હાબાદ હાઈકોર્ટમાં જવા કહ્યું છે. મસ્‍જિદ પ્રબંધન સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જિલ્લા કોર્ટના ૧૯ નવેમ્‍બરના આદેશને પડકારવામાં આવ્‍યો છે. તેના આદેશમાં નીચલી કોર્ટે મુઘલ કાળની સંભલ જામા મસ્‍જિદનો સર્વે કરવાનો નિર્દેશ આપ્‍યો હતો. એક અરજીમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે પ્રાચીન હરિહર મંદિરને તોડીને મસ્‍જિદ બનાવવામાં આવી હતી.

સંભલ હિંસા બાદ સુપ્રીમ કોર્ટના CJI સંજીવ ખન્નાની બેંચે જામા મસ્‍જિદ કમિટીની અરજી પર સુનાવણી કરતા જિલ્લા કોર્ટના આદેશ પર વચગાળાનો સ્‍ટે લગાવી દીધો છે. જિલ્લા અદાલતે મસ્‍જિદના સર્વેનો આદેશ આપ્‍યો હતો. જે બાદ ત્‍યાં હિંસા ફાટી નીકળી હતી.

સુપ્રિમ કોર્ટે સંભલ જામા મસ્‍જિદ કમિટીને ગંભીર સવાલ પૂછયો કે જિલ્લા કોર્ટના નિર્ણય બાદ તેઓ સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ પહોંચ્‍યા? નિયમો અનુસાર તેણે પહેલા હાઈકોર્ટમાં જવું જોઈતું હતું. CJI બેન્‍ચે તેમને વધુ સુનાવણી માટે હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. ત્‍યાં સુધી જિલ્લા અદાલતના નિર્ણય પર સ્‍ટે મુકવામાં આવ્‍યો છે.

CJI સંજીવ ખન્નાએ કહ્યું કે અમે કેસની યોગ્‍યતા પર નથી જઈ રહ્યા. અમે નથી ઈચ્‍છતા કે આ દરમિયાન કંઈ થાય. અરજદારોને આદેશને પડકારવાનો અધિકાર છે. આ ઓર્ડર ૪૧ હેઠળ નથી, તેથી તમે પ્રથમ અપીલ ફાઇલ કરી શકતા નથી.

 સુપ્રીમ કોર્ટે અરજદારને પૂછયું કે તમે હાઈકોર્ટમાં કેમ ન ગયા? મુસ્‍લિમ પક્ષે CJI સંજીવ ખન્નાને કહ્યું કે આ એક અસાધારણ કેસ છે, તેથી કોર્ટે અસાધારણ પગલાં લેવા જોઈએ. નીચલી અદાલતના સર્વેના આદેશને પડકારવામાં આવ્‍યો હતો. નીચલી કોર્ટના નિર્ણય પર તાત્‍કાલિક રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી.

સંભલ જામા મસ્‍જિદ મેનેજમેન્‍ટે તેની અરજીમાં જણાવ્‍યું હતું કે, સર્વે માટે જે ઉતાવળથી પરવાનગી આપવામાં આવી હતી અને એક જ દિવસમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્‍યું હતું અને અચાનક માત્ર છ કલાકની નોટિસ સાથે બીજો સર્વે હાથ ધરવામાં આવ્‍યો હતો તેના કારણે વ્‍યાપક કોમી તણાવ થયો હતો અને દેશ ભારતનું બિનસાંપ્રદાયિક અને લોકશાહી ફેબ્રિક જોખમમાં છે. દરમિયાન, ઉત્તર -દેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલે સંભલ હિંસા દરમિયાન પથ્‍થરમારાની ઘટનાની તપાસ માટે અલ્‍હાબાદ હાઈકોર્ટના જસ્‍ટિસ દેવેન્‍દ્ર કુમાર અરોરા (નિવળત્ત)ની અધ્‍યક્ષતામાં ત્રણ સભ્‍યોના ન્‍યાયિક તપાસ પંચની રચના કરી છે. તપાસમાં પારદર્શિતા અને ગુણવત્તા સુનિશ્‍ચિત કરવા માટે, અન્‍ય બે સભ્‍યો તરીકે નિવળત્ત IAS અમિત મોહન પ્રસાદ અને નિવળત્ત IPS અરવિંદ કુમાર જૈનને પણ પંચમાં સામેલ કરવામાં આવ્‍યા છે.

 

(4:02 PM IST)