News of Friday, 29th November 2024
કોંગ્રેસે ઓક્ટોબરમાં જ મહારાષ્ટ્ર ગુમાવ્યું હતું : EVM માત્ર એક બહાનું છે
ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા કરાયેલા આંતરિક સર્વેમાં હારનો સંકેત મળ્યો હતો : આ વ્યૂહરચના મહારાષ્ટ્ર અને કેન્દ્રીય નેતળત્વનો ચહેરો બચાવવાનો પ્રયાસ છે

મુંબઇ, તા.૨૯: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ નેતળત્વ દ્વારા ઈવીએમ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જો કે આ અંગે પક્ષમાં જ મતભેદ છે. મહારાષ્ટ્રની હાર પણ કારમી હતી કારણ કે કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા કરાયેલા આંતરિક સર્વેમાં હારનો સંકેત મળ્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ઓક્ટોબરમાં કરવામાં આવેલા સર્વેમાં ૧૦૩ સીટોને આવરી લેવામાં આવી હતી. તેમાં પ્સ્ખ્ માત્ર ૪૪ સીટો પર આગળ ચાલી રહી છે. તે જ સમયે, લોકસભા ચૂંટણીમાં આ આંકડો ૫૪ હતો.
મહારાષ્ટ્રમાં, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની લડકી બહુન યોજનાઁ એ ચૂંટણી પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસના આંતરિક સર્વે મુજબ ૮૮% લોકો આ યોજનાથી વાકેફ હતા. ૧૭% લોકોએ સ્વીકાર્યું કે યોજનાને કારણે તેમની મતદાન પસંદગીઓ બદલાઈ ગઈ છે.
MVA વ્યૂહરચના પર આ યોજનાની અસરને સમજવામાં વિલંબ થયો હતો. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે એક મીટિંગમાં રણનીતિકારોએ એમવીએને મહિલાઓને ૩૦૦૦ રૂપિયાની માસિક સહાય આપવાનું સૂચન કર્યું હતું. પરંતુ મહાયુતિએ યોજના હેઠળ ૨૧૦૦ રૂપિયાની માસિક સહાયની જાહેરાત કરી દીધી હતી, જેણે તેને મહિલાઓમાં વ્યાપક સમર્થન આપ્યું હતું.
હાર બાદ કોંગ્રેસ નેતળત્વએ ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવાનું નક્કી કર્યું. જોકે, પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે આ વ્યૂહરચના મહારાષ્ટ્ર અને કેન્દ્રીય નેતળત્વનો ચહેરો બચાવવાનો પ્રયાસ છે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) શુક્રવારે વિધાનસભા ચૂંટણી પરિણામોની સમીક્ષા કરશે. એવી શકયતા છે કે સમિતિ ઈવીએમ વિરુદ્ધ ઝુંબેશને વધુ તીવ્ર બનાવવા અને પેપર બેલેટ પરત કરવાની માંગ કરવા માટે ઠરાવ પસાર કરસે
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
