News of Friday, 29th November 2024
કચ્છમાં દોઢ કરોડના કોકેઇન સાથે ૪ ઝડપાયા
ર મહિલા સહિત ૪ ની પૂર્વ કચ્છ-એસઓજી પોલીસ ટીમે કારમાં બોનેટ નીચે છૂપાવેલા કેફી દ્રવ્ય સાથે ધરપકડ કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯: કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સાહેબ દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવળતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા ઝૂંબેશ હાથ ધરાઈ છે. તે દરમ્યાન એસ.ઓ.જી.ટીમ દ્વારા લાકડીયા પો સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ વખતે ભા૨ત હોટલ સામે મઢી ત્રણ રસ્તા પાસે સામખિયારી તરફ જતા આંતર રાજય માંથી આવતા વાહનોની ચેકીગ વખતે HR 26DP 9824 વાળી ઈકો સ્પોટ કાર શંકાસ્પદ જણાઈ આવતા તેને રોડની સાઈડ કરી ચેક કરતા ડ્રાઈવર શીટ ઉપર બેઠેલ હનિસિંગ બિન્દરસિંહગ શીખ તથા તેની બાજુમા જશપાલકોર ઉર્ફે સુમન વા/ઓ ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ તથા પાછળની સીટમા સંદીપસિંગ પપ્પુસિંગ શીખ તથા અર્શદીપકો૨ વા/ઓ સંદીપસિંગ શીખ ડો/ઓ ચરનાસિંગ બેઠેલ હતા અને મજકુર તમામના કબજા ભોગવટાની કાર શંકાસ્પદ હોય જેથી તેઓના કબજા ભોગવટાની કા૨ ચેક ક૨તા કારમા બોનેટના ભાગે આવેલ એર ફીલ્ટરના નિચેના ભાગેથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ કોકેઈન જથ્થો રાખેલ હોય જે માદક પદાર્થ કોકેઈન કુલ વજન ૧૪૭.૬૭ ગ્રામ જેની કિમત રૂપિયા ૧,૪૭,૬૭૦૦૦ /- નો મુદ્દામાલ ગેરકાયદેસર વેચાણ અર્થે-રાખી મળી આવેલ હોય જેથી મજકુરો ઇસમ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે લાકડીયા પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે. ઝડપાયેલ આરોપીઓ (૧) હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ ૨હે લહેરાદુર કોટ તા.રામપુરા ફુલ જી.ભટીન્ડા, પંજાબ, (૨) સંદીપસિંગ પપ્પુસિંગ શીખ ઉવ ૨૫ રહે વોર્ડ નંબર ૪ રામપુરા ફુલ જી. ભટીન્ડા પંજાબ (૩) જશપાલકોર ઉર્ફે સુમન વા/ઓ ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ ઉવ ૨૯ ૨હે ગામ પટીકાલા પીન્ડે મહેરાજ તા.રામપુરા ફુલે જી. ભટીન્ડા પંજાબ (૪) અર્શદીપકોર વા/ઓ સંદીપસિંગ શીખ ડો/ઓ ચરનાસિંગ ઉવ ૨૧ ૨હે વોર્ડ નંબ૨ ૪ રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ અને એક આરોપી વોન્ટેડ છે. તે આરોપી ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંગ હજુરાસિંગ શીખ રહે ગામ પટીકાલા પીન્ડે મહેરાજ તા.રામપુરાને ઝડપવા તજવીજ હાથ ધરાઇ છે. મુદ્દામાલ (૧)કોકેઈન નેટ વજન ૧૪૭.૬૭ કિમત રૂપિયા .૧,૪૭,૬૭૦૦૦ /- (૨) મોબાઈલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૮૦,૦૦૦/-(૩) ઈકો સ્પોટ કાર - ૦૧ કિ.રૂ. પ,૦૦,૦૦૦ ઉપરાંત ૩ આધારકાર્ડ, ૪ પાન કાર્ડ સહિત કુલ કિ.રૂા.૧,૫૩,૪૭૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપી ગુનાહિત ઇતિહાસઃ- (૧) હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ ૨હે લહેરાદુર કોટ તા. ૨ામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ વાળા ઉપર લાકડીયા પો.સ્ટે. ખાતે ગુ.૨.નં-૧૧૯૯૩૦૧૧૨૧૦૩૦૩/૨૦૨૧ આઈ.પી.સી કલમ- ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૨૩, ૩૨૫, જી.પી. એક્ટ ૧૩૫ વિગેરે મુજબ ગુનો નોંધાયેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. પો.ઈન્સ. ડી.ડી.ઝાલા તથા પો.સ.ઈ. વી.પી.આહીર તથા એસ.ઓ.જી. સ્ટાફ તથા લાકડીયા પો.સ્ટે. સ્ટાફ જોડાયેલ હતો. (તસવીરઃ મુકેશ રાજગોર, રાપર)
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
