News of Friday, 29th November 2024
હૂમલા ના બનાવ બાદ સાવરકુંડલા આવતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ ડો. ગજેરા ની રૂકાવટ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨૯: ગઇ કાલે સાવરકુંડલાના વેપારીઓ પર થયેલ હિચકારા હુમલા બાદ મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાના કાર્યકરો ભેગા થઈ સાવરકુંડલા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ આવેદનપત્ર આપવાના સમયે અમરેલીથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ ડોક્ટર જી.જે. ગજેરા પણ હાજરી આપવા આવવાના હોય પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી બપોરથી શહેર સંપૂર્ણ બંધ હોય મોટી સંખ્યામાં યુવાનો રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ભેગા થયા હતા જેમાં ડોક્ટર ગજેરા પણ હાજર રહેવાના હોય પોલીસને ટેન્શન વધી ગયું હતું તેથી પોલીસે ડોક્ટર ગજેરાને ઓળિયા ખાતેથી જ પોતાના કબજામાં લઈ પોલીસની ગાડીમાં જ સાવરકુંડલા બાઈપાસ થી ફેરવી ફેરવી મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા અને આવેદન પત્ર આપ્યા બાદ પોલીસ ગાડીમાં જ તેમને પરત વળાવી દેવામાં આવ્યા હતા.(
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
