<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

મનપા દ્વારા માત્ર દંડ વસુલવા જ કાર્યવાહી : સમસ્‍યા યથાવત

 

રાજકોટ તા. ૨૯ : મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે ત્રણેય ઝોન વિસ્‍તારમાં અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા.ᅠ૨૭ થી ૨૮ કુલ ૨ ᅠદિવસ દરમ્‍યાન ત્રણેય ઝોનમાંથી કુલᅠ૮૨ᅠપાસેથીᅠ૨.૬૬ᅠકી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ.૧૯૨૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

ᅠઆ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ સેન્‍ટ્રલ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૨૪ આસામીઓ પાસેથી ૦.૬૮ ᅠકિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ ૫૩૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ᅠવેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૨૪ પાસેથી ᅠ૧.૫ ᅠકિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ ૬૬૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

તેમજ ઈસ્‍ટ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતાᅠ૩૪ᅠ પાસેથી ૦.૪૮ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠજપ્ત કરીતથા ગંદકી કરનાર પાસેથી રૂ.૭૨૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરનાᅠᅠમાર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર -ᅠસેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર - સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(3:42 PM IST)