News of Friday, 29th November 2024
ટીબીની બિમારીથી કંટાળી જઇ શિવપરાના ગુણવંતીબેન પરમારે એસિડ પી જીવ દીધો
ઘરે એકલા હતાં ત્યારે પગલુ ભર્યુઃ હનુમાન મઢી નજીક રહેતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૯: બિમારીઓથી કંટાળીને અમુલ લોકો આત્મહત્યા કરી લેતાં હોય છે. વધુ એક આવી ઘટનામાં રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ આવેલા શીવપરામાં રહેતાં વૃધ્ધાએ એસિડ પી જીવ આપી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ શીવપરા-૧માં રહેતાં ગુણવંતીબેન દિપકભાઇ પરમાર (ઉ.વ.૫૬) નામના મહિલાએ ગઇકાલે ઘરે એકલા હતાં ત્યારે એસિડ પી લીધુ હતું. પરિવારજનોને જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, જયેન્દ્રસિંહ જાડેજા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનારા ગુણવંતીબેનને એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિને પણ પેરેલિસિસ એટેક હોઇ પથારીવશ છે. ગુણવંતીબેનને ટીબી થઇ ગયું હોઇ તેની દાવ ચાલુ હતી. આ બિમારીથી કંટાળી જતાં એસિડ પી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
(12:14 PM IST)










