News of Saturday, 30th November 2024
પાકિસ્તાન વગર પણ ચેમ્પિયન્સ ટ્રોફી યોજાઈ શકે:ICCએ આપ્યો PCBને જડબાતોડ જવાબ
અત્યાર સુધી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ક્યાં અને કયા મોડેલ પર રમાશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં સક્ષમ નથી. હવે આ અંગે આઈસીસીએ પીસીબીને તે જ ભાષામાં જવાબ આપ્યો છે જેની પાસે આ ટૂર્નામેન્ટ યોજવાની જવાબદારી છે.

મુંબઈ : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBએ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં વર્ષ 2025માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની છે, પરંતુ BCCIએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનમાં રમવા માટે મોકલવાનો ઈન્કાર કર્યા બાદ, ICCએ હાઈબ્રિડ મોડલ પર તેનું આયોજન કરવાનું વિચાર્યું. જો કે, PCB હજુ સુધી આ રીતે ટૂર્નામેન્ટ યોજવા માટે તૈયાર નથી, જેના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
29 નવેમ્બરના રોજ, ICCએ PCB અને BCCI સાથે બેઠક કરી હતી જેમાં તેને હાઇબ્રિડ મોડલ પર ચલાવવા પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ICC દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ICCએ PCBને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે.
આઈસીસીએ હવે પીસીબીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચેતવણી આપી છે, જેમાં સમાચાર એજન્સી પીટીઆઈના સમાચાર અનુસાર, આઈસીસીએ પીસીબીને સ્પષ્ટ કહ્યું છે કે કાં તો હાઈબ્રિડ મોડલ સ્વીકારે અથવા તો તેમને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવશે. 29 નવેમ્બરે યોજાયેલી વર્ચ્યુઅલ મીટિંગ બાદ ICC દ્વારા નિર્ણય 30 નવેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
નામ ન આપવાની શરતે પીટીઆઈને આપેલા પોતાના નિવેદનમાં આઈસીસી બોર્ડના એક સૂત્રએ કહ્યું કે કોઈપણ પ્રસારણકર્તા આઈસીસીની કોઈપણ ઈવેન્ટ માટે એક પૈસો પણ ચૂકવશે નહીં જેમાં ભારતીય ટીમ ભાગ ન હોય અને પાકિસ્તાન પણ આ વાત જાણે છે. હવે આઇસીસીની બેઠક 30 નવેમ્બરે જ યોજાશે જો PCB ચીફ મોહસિન નકવી હાઇબ્રિડ મોડલ માટે સંમત થશે.
તેમના નિવેદનમાં, ICC બોર્ડના સૂત્રએ વધુમાં કહ્યું કે જો પાકિસ્તાન હાઇબ્રિડ મોડલ માટે તૈયાર નથી, તો કોઈ અન્ય દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, જે UAE પણ હોઈ શકે છે અને તે પણ પાકિસ્તાન વિના. હવે બધાની નજર 30 નવેમ્બરે યોજાનારી ICCની બેઠક પર છે, જેમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
