News of Friday, 29th November 2024
દક્ષીણ કોરિયામાં છેલ્લા 120 વર્ષમાં ત્રીજી વાર થઇ સૌથી વધારે હિમવર્ષા

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં વાવાઝોડા સાથે ભારે હિમવર્ષા થઈ છે. બુધવારથી શરૂ થયેલી આ હિમવર્ષા આજે ગુરૂવારે પણ ચાલુ રહેતા ડઝનબંધ ફલાઈટસ કેન્સલ થઈ છે તેમજ ફેરી-સર્વિસ પણ બંધ કરવી પડી છે. આ હિમવર્ષાને પરિણામે પાંચના મૃત્યુ પણ નોંધાયા છે.૧૯૦૭થી હિમવર્ષાની નોંધ શરૂ થઈ ત્યારથી હજી સુધીમાં નોંધાયેલી આ ત્રીજી ભારે હિમવર્ષા છે. જો કે, હવામાન વિભાગ જણાવે છે કે હવે સ્થિતિ સુધરતી જશે. આ હિમવર્ષા અંગે ૭૩ વર્ષના દાદીમા લી સૂક-જીએ જણાવ્યું હતું કે આ ભયંકર હિમવર્ષામાં ગરમી મેળવવા મેં ગરમ ગરમ બ્રેડ સૂપ પીધો હતો. કારણ કે ઠંડી ઠુઠવાઈ જવાય તેવી છે. પાટનગરના માર્ગો ઉપર ૪૦ સે.મી. (૧૬ ઇંચ) જેટલા બરફના થર જામ્યા છે. ગુરૂવારે ૧૪૦થી વધુ ફલાઈટસ કેન્સલ થઈ છે. ફેરી સર્વિસ બંધ કરાઈ છે. આ માહિતી આપતાં દક્ષિણ કોરિયાની સમાચાર સંસ્થા યોન-હેમે જણાવ્યું હતું કે આ હિમવર્ષાને લીધે પાંચના મૃત્યુ થયા છે. તે પૈકી ચારના મૃત્યુ ભારે હિમપ્રપાતને લીધે એક છાપરૃં તૂટી પડતાં તેની નીચે દબાઈને ચારના મૃત્યુ થયા હતા. જયારે બરફમાં બસ સરકી જતાં એક વ્યકિત સાથે અથડાતા તેનું મૃત્યુ થયું હતુંવધુ માહિતી આપતા પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, ગંગવાન પ્રાંતના વોન્ગજૂ શહેરના મધ્ય ભાગમાંથી પસાર થતા માર્ગ ઉપર ૫૩ વાહનો અટકીને ઊભા છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
