<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

પોરબંદરના શિક્ષણપ્રેમી ડો.વિરમભાઇ ગોઢાણીયાએ ‘અકિલા'માં પ્રસિધ્‍ધ ઇન્‍ટરવ્‍યું વાંચી પ્રસન્નતા અનુભવી

‘અકિલા'ની સમાચાર પ્રસિધ્‍ધ કરવાની આગવી અને વિશિષ્‍ટ શૈલીને આવકારી

 

તસ્‍વીરમાં ડો.વિરમભાઇ ગોઢાણીયા સાથે ડો.ઇશ્વરભાઇ ભરડા તથા પત્રકાર પરેશ પારેખ નજરે પડે છે.

(પરેશ  પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૯: ડો. ગોઢાણીયા શૈક્ષણીક સંકુલ ટ્રસ્‍ટના પ્રમુખ શિક્ષણપ્રેમી અને દાતાશ્રી વિરમભાઇ ગોઢાણીયાએ ‘અકિલા' સાંધ્‍ય દૈનિકમાં પોતાનું સામાજીક-શૈક્ષણીક વિકાસ અંગે પ્રસિધ્‍ધ થયેલ ઇન્‍ટરવ્‍યું વાંચીને પ્રસન્નતા અનુભવીને ‘અકિલા' ના પત્રકાર પરેશ પારેખને બિરદાવ્‍યા હતા. શિક્ષણપ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયાએ પોતાના પ્રસિધ્‍ધ થયેલા ઇન્‍ટરવ્‍યું અંગે પ્રતિભાવમાં જણાવ્‍યું હતું કે,  સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડો. રાજીબેન  કડછા એ  ગોઢાણીયા શૈક્ષણીક સંકુલના પ્રમુખ,  દાતા, અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયાની સાડત્રીસ વર્ષની સામાજિક શૈક્ષણિક વિકાસ યાત્રા અંગે ઓન લાઇન મુલાકાત લીધી હતી  આ મુલાકાત નું સંકલન  પોરબંદરના શિક્ષણવિદ ડો. ઈશ્વરભાઈ ભરડા દ્વારા  અકિલા સાંધ્‍ય દૈનિક પેપરમાં  મોકલતા તે અહેવાલ   નિઃશુલ્‍ક અકિલાએ પ્રસિદ્ધિ કર્યો હતો.  

પોરબંદર ખાતે  છેલ્લા અઢાર વર્ષથી  અકિલામાં  પ્રેસ પ્રતિનિધિ તરીકે કાર્યરત પરેશ  પારેખે  અકિલામાં  પ્રસિદ્ધ થયેલ લેખનું અકિલા સાંધ્‍ય દૈનિક   ગોઢાણીયા સંકુલ ટ્રસ્‍ટની ઓફિસ  ખાતે  ડા.ે વિરમભાઈ ગોઢાણીયાને  અર્પણ કરતા, દાતા શિક્ષણ પ્રેમી ડા.ે વિરમભાઈ ગોઢાણીયાએ વાંચી પ્રસન્‍તા અનુભવી.અહેવાલમાં વચ્‍ચે પાંચ ચોરસ કરી મહત્‍વના મુદ્દા વિશિષ્ટ  આગવી  શૈલીમાં મૂકી અહેવાલને આકર્ષિત બનાવી આ પાંચ મુદા સાર રૂપે મૂકી અહેવાલ આપવાની અકિલાની આગવી વિશિષ્ટ રીતને બિરદાવી હતી.  આજના હાઈટેક યુગમાં સમયના  અભાવે લોકોને  મોટો  અહેવાલ વાંચવાનો  અવકાશ ન હોઈ જે અહેવાલની વચ્‍ચે પાંચ ચોરસમાં મહત્‍વના મુદ્દા મુકવાની અકિલાની વિશિષ્ટ આગવી  કાર્ય શૈલીને ડો.વિરમભાઇએ બિરદાવી હતી  અને પ્રેસ પ્રતિનિધિ  પરેશ  પારેખની લાગણી બદલ ઋણ સ્‍વીકાર કરી ‘અકિલા' પરિવારને અભિનંદન પાઠવ્‍યા હતા.

(12:27 PM IST)