<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળામાં 1562 રૂપિયા બોલાયો: જાણો અન્ય 51 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 51 માર્કેટ યાર્ડમાં કુલ 5,353.94 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 51 માર્કેટ યાર્ડમાં કુલ 5,353.94 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1562 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1502 રૂ. અને નીચો ભાવ 1365 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1560 રૂ., બગસરામાં 1543 રૂ., મોરબીમાં 1543 રૂ., કાલાવડમાં 1541 રૂ., બાબરામાં 1538 રૂ., ગોંડલમાં 1506 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.


કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,353.94 ટન કપાસની આવક થઇ છે. 

(7:41 PM IST)