News of Friday, 29th November 2024
મહિલાઓએ વધુ સશકત બનવુ પડશેઃ શકિત સુપર સી સંગઠન આ માટે હરંહમેશ ખડેપગે તૈયારઃ વૈશાલી સિંદે
મહિલાઓના હક અને સન્માન માટે કોંગ્રેસ હરહંમેશ આગળઃ હરપાલસિંહ ચુડાસમા મહારાષ્ટ્રની બહેનોને લાડલી યોજનાનો લાભ મળ્યોઃ ગુજરાતમાં કેમ નહિં ? ઉદય ભાણ લીંગ સમાનતા બાબતે મહિલાઓમાં જાગૃતતા લાવવી જોઈએ : શરીફા રહેમાન મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે શકિત સુપર સી સંગઠન કાર્યરતઃ શશી સિંઘ

રાજકોટ : ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચીબ જેમનો પ્રવાસ રાજકોટ ખાતે શરૂ થયો. હિરાસર એરપોર્ટ પર યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરી રેલી સ્વરૂપે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે લઈ જવાયેલ. ત્યારબાદ મહિલા સંગઠન શક્તિ સુપર સી ના કાર્યક્રમમાં હાજરી આપવા માટે હેમુ ગઢવી હોલ ખાતે પરાગજી જસે શક્તિ સુપર સી સંગઠનની મહિલાઓ દ્વારા ઉમળકાભેર તેમની પર પુષ્પ વર્ષા કરી તેમનું સ્વાગત કરી કોયકોનું કાર્ય આગળ વધાર્યું, જેમાં મહિલા માટે સશક્તિકરણ તેમજ મહિલાઓની જનજાગળતિ અને લોકજાગળતિ માટેના અલગ અલગ વક્તાઓ દ્વારા પ્રવચનો અને સંબોધનો કરવામાં આવેલા હતા. જેમાં સંપૂર્ણ ઉત્સાહપૂર્વક શક્તિ સુપર સીની મહિલાઓએ ઉમળકાભેર ભાગ લીધેલો હતો.
મહિલા શક્તિ સુપર સી ના ચેરમેન વૈશાલી સિંદે દ્વારા શાબ્દિક અને સમગ્ર મહિલાઓનું સ્વાગત સન્માન કરવામાં આવેલું હતું તે જ વૈશાલી સિંદે એ કહ્યું હતું કે આજના સમયમાં મહિલાઓને હજુ પણ વધુ સશક્ત બનવું પડશે અને તેના માટે શક્તિ સુપર સી સંગઠન હંમેશા મહિલાઓને પ્રોત્સાહિત કરવા, સશક્ત કરવા માટે હર હંમેશ તત્પર છે દરેક મહિલાઓને શક્તિ સુપર સી ના માધ્યમથી એક મોટું પ્લેટફોર્મ રાજકીય રીતે મહિલાઓ માટે મળી રહે એ માટેના અમારા પ્રયાસો મહિલાઓના હિતમાં અમે કરીએ છીએ. મહિલાઓના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય શક્તિ સુપર સી ના માધ્યમથી કરવામાં આવે છે.
ત્યારબાદ ઓલ ઇન્ડિયા શક્તિ સુપર સી ના ઇન્ચાર્જ એવા શરીફા રહેમાનજી મહિલાઓના હકમાં મહિલાઓના હિતમાં વાત કરવામાં આવી અને મહિલાઓને લિંગ સમાનતા ની વાત કરીને સમાજની અંદર જો લિંગ આધારિત હિંસા ભેદભાવ ઘરેલુ હિંસા વગેરે જેવી સમસ્યાઓને કઈ રીતે દૂર કરી શકાય અને મહિલાઓને એ બાબતે સકારાત્મક બની જાગળતતા લાવી જોઈએ તેના માટેની વાત કરવામાં આવી. અને તેમણે કહ્યું હતું કે આ દેશે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે. ઇન્દિરા ગાંધીજીને બનાવ્યા હતા, અને ઇન્દિરા ગાંધીજીએ પણ મહિલાઓ માટે મહિલાઓના વિકાસ માટે તેમને સશક્ત બનાવવા માટેના અને રોટી કપડા ઓર મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો માટેના કાર્યો કર્યા હતા.
પૂર્વ પ્રમુખ હિમાચલ પ્રદેશ નિગમ ભંડારી દ્વારા પણ મહિલાઓના નેતળત્વ બાબતે વક્તવ્ય તેમણે આપ્યું હતું. એમને પણ કહ્યું હતું કે મહિલાઓને તેની ફરજો, સમાન હકો, હિસેદારીઓ અને યોગ્ય રાજકીય પ્લેટફોર્મ મળી રહે તે માટે પ્રાથમિકતા આપવાનું કાર્ય શક્તિ સુપર સી દ્વારા કરવામાં આવે છે
ગુજરાતના ઈન્ચાર્જ શશી સિંઘે કહ્યું હતું કે મહિલાઓને આત્મવિશ્વાસ વધારવા માટે મહિલાઓને સ્વતંત્ર રીતે સામાજિક જવાબદાર વ્યક્તિ બનાવવા માટેના પ્રભાવશાળી કાર્યો શક્તિ સુપર સી સંગઠન કરી રહી છે અને ખાસ કરીને આવા કાર્યક્રમો મહિલાઓને યોગ્ય તાલીમ યોગ્ય માર્ગદર્શન મળી રહે અને મહિલાઓને આગળ વધારવા માટેના કાર્યો શક્તિ સુપર સી દ્વારા થાય છે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા દ્વારા શક્તિ સુપર સી ળી સમગ્ર ટીમને ધન્યવાદ કહી અભિનંદન આપ્યા હતા કે તેમણે પોતાની જવાબદારી પૂર્વક આયોજનને ખૂબ સફળ પૂર્વક નિભાવ્યું હતું.
કહ્યું હતું કે દરેક માતળશક્તિને હું અહીંયા નમન અને વંદન કરું છું, આ દેશની અંદર મહિલાઓના હક અને સન્માન માટે કોંગ્રેસ હર હંમેશ આગળ આવી છે અને સાથે રહી છે એમણે કહ્યું હતું કે ગરીબો સાથે અન્યાય થાય છે મહિલાઓને પોતાના અધિકારો મળતા નથી. માતા બહેનો ખૂબ જ મોંઘવારીનો ભોગ બની રહી છે અને પોતાના હક ફરજો માટે હંમેશા લડવું પડે છે અને માંગવું પડે છે તો પણ હાલની સરકાર દ્વારા મળતું નથી.
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચીબ જ્યારે વક્તવ્ય આપવા માટે આવ્યા ત્યારે સમગ્ર મહિલાઓ દ્વારા ઊભા થઈ ટેમ્પલેટ બતાવી એમને પ્રોત્સાહિત કર્યા, ઉદયભાનુ ચીબે કહ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણી વખતે મહિલાઓને લાડલી બેના જેવી યોજના નો લાભ મળ્યો હતો ગુજરાતની બહેનોને શા માટે નહીં? અન્ય રાજ્યમાં જો ગેસ સિલિન્ડર ૫૦૦ રૂપિયામાં મળતું હોય તો ગુજરાતમાં કેમ ૧૧૦૦ રૂપિયા? એટલે આજના સમયમાં અવાજ ઉઠાવવા માટે મહિલાઓએ હવે જાગવું પડશે આગળ આવવું પડશે અને તેને આગળ આવવા માટે શક્તિ સુપર સી જેવા સંગઠન હર હંમેશ કાર્યરત છે.
તેમણે મહિલાઓને કહ્યું કે દરેક મહિલાઓએ પોતપોતાના સોસાયટી એરિયાઓમાં ગ્રુપ બનાવવું જોઈએ અને રોજબરોજની જે સમસ્યાઓ તમારા ઘર નજીક તમારી સોસાયટીમાં બનતી હોય તે બાબતે ચર્ચા કરી અને તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે આગળ આવવું જોઈએ અને તેના માટે જો તમારે સ્થાનિક ચૂંટણીઓ લડવી પડે તો મહિલાઓને કોંગ્રેસ દ્વારા પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
ગુજરાતની અંદર કે અન્ય રાજ્યોમાં નશાનો ભોગ બનનારી મહિલાઓ તેના કારણે આપઘાતનું પ્રમાણ, ઘરેલુ હિંસા જેવી સમસ્યાઓ જેવી મહિલાઓની ભયંકર સમસ્યાઓને નિવારવા માટેના ઉપાયો ભવિષ્યમાં કોંગ્રેસ સરકાર સત્તામાં આવી કડક પગલાં લઈ યોગ્ય નિરાકરણ જરૂર લાવશે.
આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા મહિલાઓ માટેના આવા અવનવા સંગઠિત કાર્યક્રમો જરૂર આપવામાં આવશે જુદી જુદી સમસ્યાઓના નિરાકરણ કરવા માટે ચર્ચાઓ કરવામાં આવશે.
ત્યારબાદ ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચીબ નો પ્રવાસ ર્તલિંગ ૨૮ના મુન્દ્રા કચ્છ ખાતે રાખેલો હતો, જેનું શીર્ષક ‘રોજગાર દો,નશા નહીં' રાખ્યું હતું હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર ડ્રગ્સ નું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે જેમાં ગુજરાતની અદાણીની કંપની દ્વારા મુન્દ્રા પોર્ટ પર ઘણીમાત્રામાં ડ્રગ્સ આવી રહ્યું હોય તેના વિરૂદ્ધમાં યુથ કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરી અને દરેક યુવાઓને ‘રોજગાર દો નશા નહી'ના કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રા ખાતે યુવાઓને ભેગા કરી કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તેમા બહોળી સંખ્યામા યુવાનો જોડાયા હતા.
(2:28 PM IST)










