<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

મોરબીમાં આર્થીક સંકટ હળવુ કરવા વેપારીએ પડોશીના ઘરમાંથી ૯.૧૦ લાખના દાગીના ચોર્યા'તા

ચોરાઉ દાગીના વેપારી મીલન ફેફરએ દુકાનમાં છુપાવી દિધા'તાઃ તમામ દાગીના કબ્‍જે કરાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૨૯:   મોરબી શહેરમા ભકિતનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસમાં ફલેટમાં ૯.૧૦ લાખના દાગીનાની ચોરી કરનાર વેપારીને પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ મોરબી ભક્‍તિનગર સર્કલ નજીક રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસ બ્‍લોક નં -૫૦૨માં રહેતા લક્ષ્મણભાઈ દેવકરણભાઈ વડસોલાના ફ્‌લેટમાં ગત તા.- ૨૦/૧૧/૨૦૨૪ના રોજ કોઈ અજણ્‍યો ચોર પોતાના ફ્‌લેટનો દરવાજાનો લોક ખોલી સોનાના દાગીના સોનાના કિમત રૂ.૯,૧૦ લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાની મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. જેથી પોલીસે તપાસના ચક્રોગતિમાન કરતા અને પાડોશીએ આ ચોરીને અંજામ આપ્‍યો હોવાની બાતમી મળી હતી. જેથી પાડોશમાં રહેતા મીલનભાઇ લાલજીભાઇ ફેફરની પોલીસે પુછપરછ કરતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. અને ચોરી કરેલ માલ દાગીના તેની શનાળા રોડ ઉપર આવેલ શુભ પ્‍લાયવુડ નામની દુકાનમાં રાખેલાનુ જણાવતા તેમની દુકાનેથી ચોરીમા ગયેલ તમામ સોનાના દાગીના કિ.રૂ.૯,૧૦ લાખનો મુદામાલ કબ્‍જે કરી આરોપી મીલન લાલજીભાઇ ફેફર (રહે.મોરબી ભકિતનગર સર્કલ રાજેશપાર્કે જીવનજયોત હાઇટસ બ્‍લોકનં.૫૦૧)ને પકડી પાડી  પુછતાછ કરતા પોતે આર્થિક સંકટમાં ફીસાઇ જતા આર્થિક સંકટ હળવુ કરવા પાડોશીના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

પકડાયેલ મિલન ફેફરની એડીવીઝન પોલીસે વધુ પુછતાછ હાથ ધરી છે.

(12:24 PM IST)