<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

જૂનાગઢમાં મહારાજા કળષ્‍ણકુમારસિંહજી યુનિવર્સીટીની ભાવનગરથી બહેનોએ સાહસિક ખડક ચઢાણની દસ દિવસ ની શિબિર પૂર્ણ કરી

 

 જૂનાગઢ : રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાસ્‍કળતિક પ્રવળતિઓની કચેરી, જૂનાગઢ અને મહારાજા કળષ્‍ણકુમારસિંહજી યુનિવર્સીટી ભાવનગર પ્રાયોજીત બહેનો માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.૧૬-૧૧-૨૦૨૪ થી તા.૨૫-૧૧-૨૦૨૪ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો. જેમા મહારાજા કળષ્‍ણકુમાંરસિંહજી  યુનિવર્સીટી ની ૫૧ બહેનોઍ તથા અન્‍ય સ્‍વ ખર્ચે ૦૪ બહેનો  સહીત કુલ ૫૫ જેટલી બહેનો ઍ તાલીમ લીધી હતી.   સફળતાપૂર્વક તાલીમ મેળવનાર તમામ તાલીમાર્થીઓને પૂર્ણાહુતી કાર્યક્રમમાં અધ્‍યક્ષ, કર્નલ શ્રીકુમારન પિલ્લાઇ બી.,કમાન્‍ડીંગ ઓફિસર, ૮ ગુજરાત બટાલીયન ઍન.સી.સી.જુનાગઢ.,  વાલી ઍ સોરઠ હાઈ સ્‍કૂલના પ્રિન્‍સિપાલ શ્રી હારુનભાઈ વિહળ, ઇન્‍સ્‍ટ્રક્‍ટર ઇન્‍ચાર્જ ઉપેન્‍દ્રસિંહ ઍમ. રાઠોડ, માઉન્‍ટઆબુ ખાતેની સ્‍વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્‍થાના પૂર્વ ન્‍સિીપાલ શ્રી કે.પી. રાજપૂત તથા માનદ ઇન્‍સ્‍ટ્રક્‍ટરોના હસ્‍તે પ્રમાણપત્રો ઍનાયત કરી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.  આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્‍ણુ રાજસ્‍થાન, હેમચન્‍દ્રા પરમાર બરવાળા, પ્રિયા સોલંકી રાજકોટ, પ્રિયા મ્‍યાત્રા માણાવદર, પરેશ ચૌધરી પાલડી-મીઠી, દશરથ પરમાર પાટણ, રોહિત વેગડ સરતાનપર  માનદ ઇન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે સેવા આપી હતી કાર્યક્રમના પ્રારંભે શાબ્‍દિક સ્‍વાગત સાથે શિબિર અંગેની માહિતી માનદ ઇન્‍સ્‍ટ્રક્‍ટર પ્રિયા સોલંકીઍ આપી હતી. આભાર વિધિ માનદ ઇન્‍સ્‍ટ્રક્‍ટર અંબર વિષ્‍ણુ  કરી હતી. 

(1:26 PM IST)