News of Friday, 29th November 2024
મશાલ રેલી દુર્ઘટના : ૧૨ની સ્થિતિ ગંભીર મધ્યપ્રદેશના ખંડવા ખાતે આતંકવાદ વિરોધમાં મશાલ રેલીનું આયોજન થયુ હતું. આ મશાલ રેલી દરમિયાન સળગતી મશાલ ઉંધી પડતા લોકો ઉપર તેલ રેડાયુ હતું અને આગ ભભૂકી ઉઠેલ જેના લીધે ૧૨ લોકોની સ્થિતિ ગંભીર છે. ૫૦ થી વધુ લોકો દાઝી ગયા છે. રેલીમાં ભારે નાશભાગ મચી ગઈ હતી. મશાલ રેલીમાં ૧૦૦૦ મશાલો હતી જેમાંથી ૨૦૦ સળગાવવામાં આવી હતી. મશાલમાં લાકડાનો વહેર અને કપૂરનો ભૂક્કો મિક્સ કરવામાં આવેલ જેના લીધે આગ વધુ ભડકી હતી. મશાલ રેલીનું આયોજન રાષ્ટ્રભકત વીર યુવા મંચે કર્યુ હતું. આતંકવાદ વિરોધી આ કાર્યક્રમમાં તેલંગણાના ભાજપ નેતા ટી. રાજા અને પヘમિ બંગાળ ભાજપના પ્રવકતા નાજીયા ખાન પણ સામેલ હતા. મશાલ રેલીનું નેતૃત્વ હિન્દુવાદી નેતા અશોક પાલીવલ કરી રહ્યા હતા. ઘંટાઘર ચોક ઉપર મશાલ રેલીની સમાપન દરમિયાન લોકો એક પછી એક મશાલ મૂકવા લાગ્યા હતા ત્યારે કેટલીક મશાલો ઉંધી થઈ જતાં આગ વિજળીક ઝડપે પ્રસરી ગઈ હતી અને અનેક લોકો તેમાં સળગી ગયા હતા. મોટી સંખ્યામાં પોલીસ જવાનો પહોંચી ગયા હતા. આગને ગમે તેમ કરીને કાબુમાં લેવામાં આવેલ. દાઝી ગયેલાઓમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.

(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
