<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

અટલ સરોવરની મુલાકાત લેતા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ ટોય ટ્રેનમાં મુસાફરી કરી સંપૂર્ણ સંકુલનું નિરીક્ષણ કર્યું

શહેરીજનોને નવલા નજરાણા સ્‍વરૂપ અહીં ગાર્ડન, બોટીંગ, વોકવે, એમ્‍ફી થીયેટર, પાર્ટી પ્‍લોટ, ફુડ કોર્ટ તથા શોપીંગ સેન્‍ટર સહિતની સુવિધા મળી રહેશે

રાજકોટ તા. ૨૯ : ગુજરાત સરકારના જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘અટલ સ્‍માર્ટ સિટી' વિસ્‍તારમાં આવેલ ‘અટલ સરોવર'ની મુલાકાત લીધી હતી. દરમ્‍યાન મનપાના ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા તથા શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા ઉપસ્‍થિત રહેલ.

કેન્‍દ્ર સરકારશ્રીના સ્‍માર્ટ સિટી મિશન અંતર્ગત ટી.પી. સ્‍ક્રીમ નં.૩૨(રૈયા) વિસ્‍તારમાં રાજકોટ શહેર તથા આસપાસના વિસ્‍તારના લોકોને હરવા ફરવા તેમજ મનોરંજન માટે એક નવું નજરાણું રાજકોટ મહાનગરપાલિકા દ્વારાᅠ‘અટલ સરોવર'ᅠઅને એમ્‍યુઝમેન્‍ટ પાર્ક રૂ.૧૩૬ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ છે. આᅠ‘અટલ સરોવર'માં અંદાજે ૪૭૭ મિલિયન લિટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. ‘અટલ સરોવર' નું કુલ ક્ષેત્રફળ ૨,૯૩,૪૫૭ ચો.મી છે.

ᅠઅટલ સરોવરમાં ઉપલબ્‍ધ સુવિધાઓમાં ગાર્ડન, સ્‍પેશીયલ ચિલ્‍ડ્રન ગાર્ડન, ફેરિસ વ્‍હીલ (૩૦ મીટર એટલે કે ૧૦૦ ફૂટ ડાયામીટર છે), બોટિંગ, ટોયટ્રેઇન, વોકવે, સાઇકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, બે એમ્‍ફી થીયેટર, એન્‍ટ્રન્‍સ પ્‍લાઝા, લેન્‍ડસ્‍કેપિંગ, પાર્ટી પ્‍લોટ, બે ફૂડ કોર્ટ, ગ્રામ હાટ (શોપિંગ સેન્‍ટરશોપ્‍સ) તથા ફલેગમાસ્‍ટ(૭૦ તથા ૪૦ મી. ઊંચા) છે.

ગુજરાત સરકારના જળસંપતિ અને પાણી પુરવઠા,ᅠઅન્ન,ᅠનાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘અટલ સ્‍માર્ટ સિટી'ᅠવિસ્‍તારમાં આવેલᅠ‘અટલ સરોવર'ની શુભેચ્‍છા મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમ્‍યાનᅠ‘અટલ સ્‍માર્ટ સિટી'ᅠવિસ્‍તારમાં આવેલ અલગ-અલગ સુવિધાઓ, ‘અટલ સરોવર',ᅠએમ્‍યુઝમેન્‍ટ પાર્ક,ᅠટર્શરી ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, રોડ નેટવર્ક વગેરેની વિગતો મેળવી માહિતગાર થયા હતા. બાદમાં,  કુંવરજીભાઈ બાવળીયા તથા મહાનગરપાલિકાના નાયબ મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ ટોયટ્રેઈનમાં મુસાફરી કરી સંપૂર્ણ સંકુલની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત વેળાએ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની સાથે મહાનગરપાલિકાના ડેપ્‍યુટી મેયરનરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા,  મહાનગરપાલિકાના નાયબ કમિશનર અને રાજકોટ સ્‍માર્ટ સિટી ડેવલોપમેન્‍ટ લિ.ના સી.ઈ.ઓ. સી.કે.નંદાણી,  મહાનગરપાલિકાના સિટી એન્‍જીનીયર અને રાજકોટ સ્‍માર્ટ સિટી ડેવલોપમેન્‍ટ લિ.ના જનરલ મેનેજર પી.ડી.અઢીયા, રાજકોટ સ્‍માર્ટ સિટી ડેવલોપમેન્‍ટ લિ.ના નાયબ કાર્યપાલક ઇજનેર એચ.એમ. સોંડાગર,  એ.એસ.શાહ, રાજકોટ સ્‍માર્ટ સિટી ડેવલોપમેન્‍ટ લિ.ના અધિકારી-કર્મચારીઓ તથા સંચાલક એજન્‍સીના કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ હતા

(3:44 PM IST)