News of Friday, 29th November 2024
ધોરાજીમાં તોરણીયા ગામે થયેલી યુવતીના હત્યા પ્રકરણમાં નવો વળાંક:યુવકે ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો ?!!
યુવતીની હત્યા કરનાર યુવકે ઝેરી દવા પીધી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી: ઝેરી દવા પીનાર યુવકનું પણ મોત

ધોરાજીમાં તોરણીયા ગામે થયેલી યુવતીના હત્યાના પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે
સૂત્રોના જણાવ્યા મુજબ જે યુવકે છોકરીની હત્યા કરી હતી. આ પ્રકારની ઘટના સંદર્ભે પોલીસનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.યુવકે પણ ઝેરી દવા પી જીવનનો અંત આણી દીધો છે.
પ્રાથમિક વિગતોમાં મળતી માહિતી મુજબ તોરણીયા ગામે મજૂરી કામ કરતા યુવતી હરમિત જીવનલાલ ડાભી ની છરી વડે નિર્મમ હત્યા કરાઈ હોવાની ઘટના બનતા ગંભીર રીતે ગવાયેલ યુવતીને ધોરાજી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતી જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
આ ઘટના બાદ તુરંત એવા સમાચાર સાંપડ્યા હતા કે યુવતીની હત્યા ના આરોપી જે પ્રથમ નજરે શંકાસ્પદ છે તેવા જીગ્નેશ ટીડાભાઇ દેગામા જાતે કોળી યુવકે ઝેરી દવા પી સાથે જ આત્મહત્યા કરી લીધી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
મરણ જનાર બંને યુવક અને યુવતી મામા ફઈ ના ભાઈ બહેન થતા હોવાની જાણવા મળી રહ્યું છે.
હાલ તમામ ઘટના સંદર્ભે ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃત્યુકાના પરિવારજનોના સગા સંબંધીઓ ઉમટી પડ્યા છે ત્યારે ધોરાજી તાલુકા પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
