<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ગુજરાતના ૮ હજારથી વધુ વકીલોને નોટરીના લાયસન્‍સ ઇસ્‍યુ કરવા રજુઆત

ગુજરાત બાર કાઉ. દ્વારા કેન્‍દ્ર સરકારને પત્ર પાઠવાયો

રાજકોટઃ તા. ૨૯: બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી , કેન્‍દ્રિય ગળહમંત્રી  અમિતભાઈ શાહ  તથા કેન્‍દ્રિય કાયદામંત્રી  અર્જુન રામ મેઘવાલ ને કેન્‍દ્ર સરકારના નોટરી માટેના લાઇસન્‍સ વહેલી તકે ઇસ્‍યુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

કેન્‍દ્ર સરકારના નોટરી સેલ દ્વારા ગુજરાતના ૮૦૮૬ ધારાશાષાીઓ ની નોટરી તરીકે નિમણુંક કરવામાં આવી જેમાં મોટા ભાગની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ જવા પામી છે તેથી આ ધારાશાષાીઓ ના હિતને ધ્‍યાનમાં લઈ નોટરી માટેના લાઇસન્‍સ ઇસ્‍યૂ કરવા માટે માતળસંસ્‍થા બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

વધુમાં ગુજરાત સરકાર દ્વારા નોટરી માટેના ઇન્‍ટરવ્‍યૂ લેવાયેલા તેમાં પણ નોટરી લાઇસન્‍સ ઇસ્‍યુ કરવા માટ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલેની  ે રજુઆત કરવામાં આવી

(12:22 PM IST)