News of Friday, 29th November 2024
મહેશગિરીની માનસિકતા ગુન્હાહિત : ગિરીશ કોટેચા
જુનાગઢ ગિરનારને વિવાદી બનાવવાનું કાર્ય તેઓ કરે છે : કોટેચાની પત્રકાર પરિષદ સરકાર તપાસ કરે તો મોટા કાંડ ઉજાગર થાય : પૂ. તનસુખબાપુનું મોત પણ શંકાસ્પદઃ ગિરીશભાઇની તડાફડી : ભાજપ કાર્યકરો મહેશગિરિથી દૂર રહે તેવી અપીલ

પત્રકાર પરિષદમાં ગિરીશ કોટેચા સાથે પાર્થભાઇ તથા કલ્પેશભાઇ દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)
રાજકોટ, તા. ર૯ : જુનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મહેશગીરી દ્વારા જુનાગઢના સામાજીક આગેવાન અને ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા સામે કરેલ ગંભીર આરોપ પાયા વિહોણા છે.
પત્રકાર પરિષદમાં શ્રી કોટેચાએ જણાવ્યું હતું કે, મહેશગીરી જુનાગઢના સાધુ સંતોની ગાદીઓ પર નજર નાંખતા પહેલા પોતાના - ગીરેબાન પર નજર નાંખે ગીરીશ કોટેચાએ જણાવ્યુ હતું કે, જુનાગઢના ગુરૂદતાત્રેના કમંડળકુંડના અમળતગીરી બાપુના સંપર્કમાં આવ્યો અને મહેશગીરી અમળતગીરી બાપુની નજીક આવ્યો. કમંડળકુંડના અમળતગીરીનું અવસાન થયું તે પણ શંકાના દાયરામાં છે. મહેશગીરી ત્યારબાદ ગાદીપતિ બન્યો અને તેના હાથના કમંડળકુંડ અને ભેસાણમાં અમળતગીરીની જગ્યાનો કબ્જો લઈ લીધો હતો.
મહેશગીરી ભવનાથમાં આવ્યા બાદ શ્રી શ્રી રવિશંકરના સંપર્કમાં આવ્યો અને તેને આર્ટ ઓફ લીવીંગમાં લઈ ગયા જયાં તેને શ્રી શ્રી રવિશંકરને હિપ્નોટાઈઝ કરી લીધા અને તેના પર પગ મુકી રાજકારણમાં એન્ટ્રી કરી અને દિલ્હી સાંસદની ચુંટણી ભાજપમાંથી લડી સાંસદ બન્યા હતા. શ્રી કોટેચા કહે છે કે, શ્રી શ્રી રવિશંકરના આશ્રમમાં તમામ વહિવટો સંભાળતો જોકે ત્યાં એવુ તે શું બન્યુ કે તેને આશ્રમ છોડી પાછુ ભગવા પહેરવા પડયા અને જુનાગઢ આવવું પડયું તેનું કારણ શું? શ્રી શ્રી રવિશંકર અને મહેશગીરી વચ્ચે શું સંબંધો હતા તે જાહેર કરવામાં આવે અને કેમ સંબંધો નથી રહયા તે કેમ નથી. ભારતીય જનતા પાર્ટીએ શ્રી શ્રી રવિશંકરના કહેવાથી સાંસદ બનાવ્યા જોકે એવા તે શું કામ કર્યા કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ તેની ટીકીટ રીપીટ ન કરી અને ફરી ચુંટણી ન લડાવ્યા. રાજકારણમાં તેને ભાજપે ટીકીટ આપી છતાં ખોટી રીતે અમિત શાહનું નામ લઈ અને રૂપિયા લીધાનો આરોપ લગાવે છે.
ગીરીશ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે, જુનાગઢના જૈન અને હિન્દુઓ શાંતિથી રહેતા હતા તો જૈન સંતોની સામે મહેશગીરીએ વિવાદો શરૂ કર્યા જૈન સંતો ચતુરમાસ કરવા આવતા હોય તો તેની સાથે પણ ઝઘડો કરી પોતે વિવાદમાં રહેવું અને કઈ રીતે હેરાન કરવા તે જ કામ.
ભુતનાથ મંદિરમાં મહેશગીરી કઈ રીતે મંદિરમાં એન્ટ્રી કરી તે પણ શંકાના દાયરામાં છે. ભુતનાથ મંદિરમાં કોઈ લેવા દેવા ન હોવા છતાં વકિલોની મદદથી આવ્યો. કઈ રીતે મંદિરમાં ટ્રસ્ટમાં પ્રવેશ કર્યો તેનો ખુલાસો કરે. તમારે કોઈ લેવા દેવા નહતુ. ભુતનાથ મંદિરના મહંત ૮૫ થી ૯૦ વર્ષના થયા ત્યારે કાગળ ઉપર ખોટા અંગુઠા લઈ લખાણો કરાવી લીધા હતા. તેમ જણાવીને ગીરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે ૨ વર્ષ પહેલા પણ ગીરનાર પરિક્રમાની બેઠકમાં કલેકટર સાથે માથાકુટ કરી હતી અને પરિક્રમા દેવ દિવાળીથી જ શરૂ કરવામાં આવે તેને લઈને વિવાદ કર્યો હતો. જે ખૂબ જ ચર્ચામાં રહ્યો હોવાના કારણે જુનાગઢની છાપ ખરડાઈ હતી.
તનસુખગીરી બાપુ સાથે પણ ક્રિમીનલ માણસની જેમ મહેશગીરી દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું અને મોડી રાત્રે જઈ વિડીયો શુટીંગ કરી માથાકુટો કરી હતી. આ માણસ વિકળત અને નેગેટીવ ઉર્જા ધરાવતો હવાનું ગીરીશ કોટેચાએ જણાવ્યું હતું.
શ્રી કોટેચાએ જણાવ્યું હતું કે, મંદિરની ગાદી માટે દેશના ગળહમંત્રી અમિત શાહ દ્વારા ૫ કરોડ રૂપિયા અને આઈ.એ.એસ. અધિકારી રાહુલ ગુપ્તા અને આલોકકુમાર પાંડે દ્વારા પણ રૂપિયા લીધા હોવાના આરોપ લગાવે છે. જે આરોપ સામે રાજય સરકાર મહેશગીરી સામે તપાસ કરાવે તે જરૂરી હોવાનું ગીરીશભાઈ કોટેચા દ્વારા માંગ કરવામાં આવી છે.
હું ગીરીશભાઇ કહે છે , કોટેચા જુનાગઢમાં જ જન્મયો છું અને મારૂ આખું કુટુંબ પવિત્રતાથી જુનાગઢમાં જ રહે છે. તેમછતાં મહેશગીરી દ્વારા મારા પર જે આરોપ લગાવ્યા છે કે પુરી વણીને બંગલાઓ બાંધ્યા અને ડે. મેયર બન્યો તો કહેવા માંગુ છું કે દેશના પ્રધાનમંત્રી પણ ચા વેચીને જ પ્રધાનમંત્રી બન્યા છે. મારૂ આખુ કુટુંબ જુનાગઢમાં સેવા કાર્યો કરે છે, ભવનાથમાં સાધુ સંતો સાથે સારો ધરોબો ધરાવે છે. એકપણ સાધુ સંત મારા અને મારા પરિવાર વિરૂધ્ધ ખરાબ બોલે તો લઈ આવ તેવો પડકાર ગીરીશ કોટેચાએ ફેકયો છે. ગીરીશભાઈ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે મહેશગીરી કાલે એવુ કહેતા હતા કે -જુનાગઢના વિકાસ માટે શું કર્યુ તો તેનો જવાબ આપુ છું કે જુનાગઢના વિકાસ માટે ગીરીશ કોટેચાએ ૩૫૦ કરોડની ગટર યોજના કરી, ૮૦ કરોડનો ઉપરકોટનો વિકાસ કર્યો, ૭૦ કરોડના ખર્ચે નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકેશનનું કામ ચાલી રહયું છે અને ભવનાથના ડેવલોપમેન્ટ અને ગીરનાર રોપ-વે લઈ આવ્યા આ બધુ અમે નહિ તો કોણે તે કરાવ્યું.
શ્રી કોટેચા કહે છે કે, મહેશગીરી એ તો જૈન સમાજના સાધુ-સંતોને ગીરનારમાં આવશે તો મારી નાખવાની ધમકી આપી હતી. એટલુ જ નહી મહેશગીરીએ તો તનસુખગીરી બાપુના અંગુઠાઓ કાગળો ઉપર લઈ કબજો કર્યો છે. ભુતનાથ મહાદેવ મંદિર પાસે આવેલી હાટકેશ હોસ્પિટલ જે મહાશ્રોતાબેન દ્વારા બનાવામાં આવી હતી. જો કે દિલ્હીથી આવી મહેશગીરીએ આ હોસ્પિટલ બંધ કરવા ધમકીઓ આપી અને બુલડોઝર ફેરવી હોસ્પિટલ પાળી નાખવા ૧ સુધીની ધમકીઓ આપી છે.
શ્રી કોટેચાએ માંગ કરી હતી કે મુખ્યમંત્રી પાસે આ મહેશગીરી અને તે જે સંસ્થાઓમાં હોદાઓ ધરાવે છે તે ત્રણેય સંસ્થાઓ સામે તપાસ કરાવની માંગ અને સીબીઆઈ તપાસની માંગ કરૂ છું. ૩-૩ આઈ.એ.એસ. અધિકારીઓ સામે આરોપ લગાવનાર સામે તપાસ થવી જરૂરી છે. દેશના ગળહમંત્રી અમિત શાહ સામે પણ તેને આરોપ લગાવ્યા છે તે મહેશગીરી સાથે ભાજપના કાર્યકરો પણ સંપર્ક ન રાખે અને સમર્થન ન કરે તેવી અપીલ કરૂ છું. રૂપિયા લેવાની આદત દેશના ગળહમંત્રી અને અધિકારીઓ નહિ પરંતુ તુ ધરાવે છે તેવું ગીરીશ કોટેચાએ જણાવ્યું છે.(૯.ર૪)
.
સાંસદ બન્યા બાદ ભગવા ઉતારી નાખ્યા
રાજકોટ, તા. ર૯ : ગિરીશભાઇએ મહેશગિરિ અંગે કહ્યું હતું કે સાંસદ બન્યા બાદ તે ભગવા કપડા કાઢી નાખ્યા જાહોજલાલી વાળું જીવન તુ જીવવા લાગ્યો હતો. કોઇપણ સંત ભગવા કપડાં પહેરી ચૂંટણી જીત્યા બાદ પણ પોતે ભગવો ધારણ કરેલા રાખતા જ હોય છે પરંતુ તે એ બધુ છોડી પેન્ટ-શર્ટ પહેરી ફેરવા લાગ્યો. પાંચ વર્ષ બાદ તેને ચૂંટણીની ટિકિટ આપવામાં ન આવી.
અત્યારે તારી પોઝીશન શું છે ? ભૂતનાથ મંદિરે ૯૦ વર્ષના સંત સેવા આપતા હતા છતાં રાતો રાત ત્યાં મહંત તરીકે બેસી ગયો. વકિલની મદદની ખોટા સહી-સિક્કા પણ કરાવી લીધા. આતો એક ક્રિમીનલ માઇન્ડર તરીકે શકે તેમ ગીરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું.
ગીરીશભાઇ કોટેચાએ નિવેદનની સટાસટી બોલાવતા કહ્યું હતું કે ગીરગઢડા પાસે દ્રોણેશ્વર મંદિરે તૂ મહંત તરીકે સેવા આપવા ગયો હતો પણ ત્યાં થોડા સમય બાદ જ મહિલા સાથેની માથાકૂટમાં ગીરગઢડા છોડવુ પડયું હતું.
ગીરીશભાઇ કોટેચાએ વધુમાં જણાવેલ છે કે મારો જન્મ જૂનાગઢમાં જ થયો છે. અને હું સાત ટર્મથી ચૂંટાઉ છું ગીરનાર દરવાજાથી ભવનાથના જેટલા પણ મંદિરો છે જેમાં એક પણ મંદિરના પુજારી મારા વિરૂદ્ધ કંઇપણ બોલે તેવું નિવેદન લઇને આવ તેવી મારી ખુલ્લી ચેલેન્જ છે. હું જુનાગઢમાં ૧૦૧ જેટલી ધાર્મિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલ છું.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
